Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

યુપીમાં એક શિક્ષિકાનો અજબગજબ કિસ્સો

૨૫ સ્કૂલમાં એક જ સમયે કામ કરીને એક કરોડની સેલેરી મેળવી

લખનઉ,તા.૬: બહાર આવેલા એક અજબ કિસ્સામાં ઉત્ત્।ર પ્રદેશના કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં વિજ્ઞાન વિષય ભણાવતી એક શિક્ષિકાએ એક સાથે રપ સ્કૂલોમાં કથિત રીતે કામ કરીને માત્ર ૧૩ મહિનામાં એક કરોડ રૂપિયાની કમાણી કરી છે! ટીચરનો ડેટાબેઝ તૈયાર કરતી વખતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. યુપીની પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષકોની હાજરીની રિયલ ટાઇમ મોનિટરિંગ બાદ પણ અનામિક શુકલા નામની એક શિક્ષિકા આવું કરવામાં સફળ રહી છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મૈનપુરીની રહેવાસી અનામિકાએ જે સ્કૂલમાં કામ કર્યું છે તેમના રેકોર્ડ મુજબ તે વીતેલા એક વર્ષથી પણ વધારે સમયથી નિયુકત છે. સ્કૂલ ઓફ એજયુકેશનના ડિરેકટર જનરલ વિજય કિરન આનંદના જણાવ્યા મુજબ આ શિક્ષિકા વિરુદ્ઘ તપાસ શરૂ કરવામાં આવી છે. જયારે તમામ શિક્ષકોની હાજરી પ્રેરણા પોર્ટલ પર ઓનલાઈન ભરવામાં આવે છે તો પછી તે કેવી રીતે એકસાથે અનેક જગ્યાએ હાજર રહી શકે છે. આ સંબંધે વિસ્તૃત તપાસની જરૂર છે.

(11:39 am IST)