Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ફેસબુક પર 'લાલ સલામ', 'કોમરેડ' શબ્દો લખવા બદલ ગુનાહીત ફરિયાદ

NIAએ ગોગોઇ અને તેમના સાથીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હી,તા.૬ : રાષ્ટ્રીય તપાસ એજન્સીના (એનઆઇએ) એ આસમાના કિસાન નેતા અખિલ ગોગાઇ અને તેમના સહયોગીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરીને કહ્યુ છે કે તેમણે સોશ્યલ મીડીયા પર 'લાલ સલામ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પુએપીએ એકટ  હેઠળ ગોગાઇ અને તેમના સહયોગીની ધરપકડને યોગ્ય ઠેરાવવા આ દલીલ આપી છે. તેને લઇને અસામના કિસાન સંગઠન કૃષક મુકિત સંગ્રામ સમિતિએ આરોપ લગાવ્યો છે કે એનઆઇએ તેમના સંગઠન અને તેમના સભ્યોને માઓવાદી જાહેર કરવાની કોશિશ કરી રહ્યું છે. એનઆઇએ એ વિવાદિત નાગિઋરક સંશોધન કાનૂની વિરૂધ્ધ પ્રદર્શન કરવાના સંબંધમાં કિસાન સંગઠન કૃષક મુકિત સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગાઇ અને ધૈજય કોંવર તથા વિદ્યાર્થ સંઘના નેતા બિટ્ટુ સોનોવાલ અને મનીષ કોંવરને યુએપી-એકટ હેઠળ ધરપકડ કરાઇ હતી.

એનઆઇએ દ્વારા દાખલ કરાયેલા ૨૯ મેના આરોપપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે સોનોવાલે લેનિનિની એક તસ્વીરને 'પૂંજીપતિ અમે એ રસ્સી વેચીશું જેની સાથે અમે તમને ફાંસી આપીશું'- આ શબ્દોની સાથે અપલોડ કર્યો હતોે. જોકે, અસામના કિસાન સંગઠન કૃષક મુકિત સંગ્રામ સમિતીએ ૪૦ પેઇઝની ચાર્જશીટમાં કેટલીક ખામી ઉજાગર કરતા એનઆઇએ દ્વારા બળજબરી તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. સમિતિએ કહ્યું કે માઓવાદી પરના પુસ્તક વાંચવાથી કોઇ માઓવાદી બનતું નથી. સીએએ વિરૂધી આંદોલન જનતાનું આંદોલન છે. અમારા વિદ્યાર્થી નેતા ફેસબુક પોસ્ટમાં લાલ સલામકે કોમરેડ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. આવા શબ્દોનો ઉપયોગ કરવાથી કોઇ કેવી રીતે માઓવાદી બની શકે છે. 

(11:38 am IST)