Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચોંકાવનારૂ રિસર્ચ

ટાલીયા પુરુષો માટે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે કોરોના વાયરસ

પુરૂષોને કોરોનાનું જોખમ વધુઃ અમેરિકામાં કોરોનાથી મોતને ભેટેલા ફિઝિશિયન ટાલીયા હતા : સ્ત્રીઓ કરતા પુરુષોને કોરોનાનો બમણો ખતરોઃ એન્ડોજેન્સ કોરોના વાયરસને કરે છે મદદ

લંડન, તા.૬: સ્ત્રીઓ કરતા પુરુષોને કોરોનાનો ચેપ લાગવાનું તેમજ તેનાથી મૃત્યુ થવાનું વધુ જોખમ છે તે તો આંકડાઓએ સાબિત કરી દીધું છે. જોકે, હવે બીજા એક ચોંકાવનારા સમાચાર એ છે કે ટાલીયા પુરુષોને કોરોનાનો ચેપ લાગવાની વધારે શકયતા છે. એક રિસર્ચ અનુસાર, ટાલીયા પુરુષોમાં રહેલું એન્ડ્રોજેન હોર્મોન વાયરસને કોષો પર હુમલો કરવામાં મદદ કરે છે.

અમેરિકામાં કોરોનાથી સૌ પ્રથમ મોતને ભેટનારા ફિઝિશિયન ડાઙ્ખ. ફ્રેંક ગેબરિન પોતે ટકલા હતા. તેમના પરથી આ રિસર્ચને ગેબરિન સાઈન નામ અપાય તેવી શકયતા છે. ટેલીગ્રાફના અહેવાલ અનુસાર, આ રિસર્ચ કરનારી બ્રાઉન યુનિ.ની ટીમના વડા પ્રો. કાર્લોસ વેમ્બિયરના જણાવ્યા અનુસાર, ટાલીયા પુરુષોને કોરોનાથી સૌથી વધારે જોખમ છે.

દુનિયાભરમાં કોરોના ફેલાયો ત્યારે જ તેના દર્દીઓના અને મૃતકોના જે આંકડા આવ્યા હતા તેના પરથી જ સાબિત થઈ ગયું હતું કે પુરુષો માટે આ વાયરસ વધારે દ્યાતક છે. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટ અનુસાર, નિવૃત્ત્।ીની ઉંમરતી દૂર હોય તેવા પુરુષોને કોરોનાથી મોતનો ખતરો સ્ત્રીઓની સરખામણીમાં બમણો હોય છે.

પ્રો. વેમ્બિઅરનું કહેવું છે કે એન્ડ્રોજેન્સ અથવા તો મેલ હોર્મોન્સ વાયરસને કોષો સુધી પહોંચવામાં મદદ કરે છે. સ્પેનમાં તેમણે કરેલા બે રિસર્ચ અનુસાર કોરોનાનો ચેપ લાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા ટકલા પુરુષોને કોરોનાથી મોતનો ખતરો વધારે રહે છે. એક રિસર્ચમાં ૧૨૨ પેશન્ટનો સમાવેશ કરાયો હતો જેમાં ૭૯ ટકા ટકલા હતા. આ રિસર્ચ રિપોર્ટ જર્નલ ઓફ અમેરિકન એકેડમી ઓફ ડર્મેન્ટોલોજીમાં પણ પ્રકાશિત થયો છે.

તે પહેલા સ્પેનમાં જ ૪૧ દર્દીઓ પર આ રિસર્ચ કરાયું હતું. જેમાં ૭૧ ટકા ટકલા હતા. અહીં નોંધવા જેવી વાત એ પણ છે કે આ બંને સર્વેમાં જે સેમ્પલ લેવાયું હતું તેનું પ્રમાણ ખૂબ જ નાનું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નાના પાયા પર કરાયેલા આ રિસર્ચમાં હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

બીજી તરફ, અમેરિકાના લોસ એન્જેલસમાં ડો. મેથ્યુ રેટિંગ નામના ડોકટર દ્વારા એક અલગ ટ્રાયલ શરુ કરાઈ છે. જેમાં પુરુષ દર્દીઓને પ્રોસ્ટેટ ડ્રગ અપાઈ તેની અસર તપાસાઈ રહી છે. આ ડ્રગથી એસ્ટ્રોજેનનું લેવલ દ્યટે છે. તેનાથી દર્દીઓની રિકવરી ઝડપી બને છે કે કેમ તે હાલ શોધવામાં આવી રહ્યું છે. લોસ એન્જેલસ ઉપરાંત, સીએટલ અને ન્યૂયોર્કમાં પણ આ ટ્રાયલ કરાઈ રહી છે.

(11:37 am IST)