Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

આખો પરિવાર તબાહ! 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું', ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા

સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.'

બારાબંકી, તા.૬: ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ  ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા  કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક દ્યરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા ગામમાં ખળભરાટ મચી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સફેદાબાદમાં પ્રોપર્ટી ડીલર વિવેક કુમાર શુકલા પોતાના પરિવારથી અલગ રહેતા હતા. જોકે, પત્ની અને બાળકો તેમની સાથે રહેતા હતા.

અનેક દિવસોથી તેમના દ્યરમાં કોઈ ગતિવિધિ ન થતાં બીજા મકાનમાં અલગ રેતી વિવેક શુકલાની માતાએ છતથી અંદર જોયું હતું. માતાનું કહેવું હતું કે ત્રણ દિવસ કોઈ હલચલ ન થતાં જોયું તો વિવેક રસ્સીથી લટકતો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ઘરનો દરવાજો તોડ્યો હતો.

એક રૂમમાં વિવેકની પત્ની અને બે પુત્રીઓ પડી હતી. બંને પુત્રીઓના શરીર ઉપર ચપ્પાના નિશાન હતા. પત્નીના શરીર ઉપર કોઈ ઈજા ન હતી. એવું લાગતું હતું કે ઝેર ખાધું હશે. આંગણામાં વિવેક લટકતો મળ્યો હતો. આગળના રૂમમાં પુત્રની લાશ લોહીથી લથપથ મળી હતી. ઘટના સ્થળે ચપ્પુ મળ્યું હતું. અને એક સૂસાઈડ નોટ અંગ્રેજીમાં લખેલી હતી.

સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'અમે આર્થિક તંગીમાં જીવી રહ્યા હતા. લોકોને ઘણાં પૈસા આપવાના હતા. અમે વિચારી રહ્યા હતા કે સ્થિતિ ઠીક થઈ જશે. અનેક દિવસોથી પ્રયત્નો પણ કરી રહ્યા હતા. પરંતુ આમાં સફળ રહ્યા ન હતા. હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે. કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.'

ઘટના સ્થળે ડોગ સ્કવોડને બોલાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૧ વર્ષ પહેલા વિવેકે લવ મેરેજ કર્યા હતા. પહેલા મોબાઈલની દુકાન હતી. બે વર્ષ પહેલા ગેરેઝનું કામ શરું કર્યું હતું. હવે પ્રોપર્ટીનું કામ શરું કર્યું હતું.

(10:07 am IST)