Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કડક લોકડાઉન અર્થવ્યવસ્થા માટે વધારે સફળ રહ્યું

જે દેશોએ આંશિક લોકડાઉન રાખ્યું તેમને વધારે નુકસાન

લંડન તા. ૬ : ભારત, ચીન જેવા દેશોમાં એપ્રિલ - મેમાં લાગુ થયેલ બે મહિનાનું સખત લોકડાઉન આર્થિક રીતે એવા દેશોની સરખામણીમાં વધારે સફળ રહ્યું, જ્યાં ચાર-છ મહિના સુધી આંશિક લોકડાઉન લાગેલું છે. લંડન કોલેજ યુનિવર્સિટી અને શિંગુઆ યુનિવર્સિટીના ૧૪૧ દેશોના અભ્યાસમાં આ વાત બહાર આવી છે.

સ્વીડન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા જેવા દેશોએ શરૂઆતના તબક્કામાં સખતાઇપૂર્વક લોકડાઉન લાગુ ન કર્યું અને જ્યારે ઝડપી ઉછાળો આવ્યો તો તેઓ લોકડાઉન લાગુ કરવા મજબૂર બન્યા. આનાથી અર્થવ્યવસ્થાને વધારે નુકસાનથી બચાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે. રિસર્ચરોએ બે-અઢી મહિનાના સખત લોકડાઉન પછી ધીમે ધીમે છૂટછાટ દેવાની ભારત - ચીનની રણનીતિ પર મહોર લગાવી છે. તાત્કાલિક અર્થવ્યવસ્થા ખોલવાથી ફરીથી લોકડાઉન લગાડવાની નોબત આવી શકે છે.

આ અભ્યાસના સહલેખક સ્ટીવન ડેવિસે કહ્યું કે, દુનિયામાં એક જ રણનીતિ સાથે બે મહિનાનું સખત લોકડાઉન ઓછા નુકસાનવાળુ બનશે. જ્યારે વિભીન્ન દેશોમાં અલગ અલગ સમયે લોકડાઉનથી અર્થવ્યવસ્થા ૬૦ ટકા સુધી નીચે જઇ શકે છે.

(10:06 am IST)