Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હવે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીના સકંજામાં

ચુરુમાં પારો હજુ પણ ૫૦ની નજીક જ છે :ઓલટાઈણ હાઈ તાપમાન નોંધાતા લોકો ચિંતાતુર દેખાયા આરોગ્ય મંત્રાલય દ્વારા જરૂરી સલાહ પ્રજાજનો માટે જારી

નવી દિલ્હી,તા. ૬ : દેશભરમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજસ્થાનના અનેક ભાગોમાં તો રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચુરુ સહિતના વિસ્તારોમાં પારો ૫૦ની આસપાસ પહોંચી ગયો છે. લોકો ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. સોમવારના દિવસે રાજસ્થાનના ચુરુમાં પારો ૫૦થી ઉપર પહોંચી ગયો હતો પરંતુ હવે પારો ગગડીને ૪૮ની આસપાસ પહોંચ્યો છે. વર્ષ ૨૦૧૬માં ભારતમાં ઓલટાઈમ હાઈ પારો નોંધાયો હતો. સમગ્ર દેશ હિટવેવના સકંજામાં આવી ગયું છે. ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ચેતવણી જારી કરાઈ છે જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. વધતા જતા તાપમાનમાં સુરક્ષિત રહેવા માટે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેને લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બપોરથી લઇને ત્રણ વાગ્યા વચ્ચે બહાર નિકળવાનું ટાળવા અને શરાબ, ચા અને કોફીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ તો ગરમીથી બચવા માટે પાણીના છટકાવ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વરસાદમાં વિલંબ થવાની આગામી કરવામાં આવતા ચિંતા વધી ગઇ છે. હવામાન વૈજ્ઞાનિક સમર ચૌધરીના કહેવા મુજબ આ વર્ષે મોનસુન કમજોર રહેવાની સંભાવના છે. દિલ્હી અને એનસીઆરમાં મોનસુન સામાન્ય રીતે જુનના છેલ્લા સપ્તાહ સુધી પહોંચે છે. પરંતુ આ વર્ષે તે ૧૦ થી ૧૫ દિવસ મોડેથી પહોંચી શકે છે. એટલુ જ નહીં સમર ચૌધરીએ કહ્યું છે કે, પ્રી મોનસુન વરસાદ પણ ખુબ જ ઓછો રહ્યો છે. જે ૬૫ વર્ષમાં બીજી વખત આવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે પ્રી મોનસુન વરસાદ ૧૩૫ મિલીમીટર સુધી હોય છે. પરંતુ આ વર્ષે ૯૯ મિલીમીટર સુધી વરસાદ થયો છે. મોનસુનના આગમનવાળા ક્ષેત્રોમાં અલનિનોના સક્રિય થઈ જવાના લીધે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને દેશના પશ્વિમ ઉપરાંત સહિત મોટાભાગના હિસ્સામાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. પશ્વિમી રાજસ્થાનના અનેક ભાગોમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો છે. મોનસુનના વિલંબથી સંકેત મળી રહ્યા છે કે, ગરમીમાં કોઈ ઘટાડો થશે નહી. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મોનસુનમાં વિલંબને લીધે અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. રાજસ્થાનની સાથે સાથે બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. તાજેતરના દિવસોમાં દેશમાં સૌથી વધુ ગરમી જ્યાં નોંધાઈ છે તે ચુરુમાં ૧૦૦૦૦૦ લોકોની વસતી છે.

(9:12 pm IST)