Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

તૃણમુલના બે કાર્યકરોની હત્યાથી હોબાળોઃ ભાજપનાં કાર્યકર-સોપારી કિલર પકડાયા

ભાજપ-તૃણમુલ વચ્ચે હિંસા ઘટનાઓ ચાલુ

નવી દિલ્હી તા. ૬ :.. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી ર૦૧૯ બાદ પણ રાજકીય પાર્ટીમાં અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવાર રાત્રે પ્રદેશના કૂચ બિહારમાં  થયેલા એક હંગામાં દરમિયાન તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના એક કાર્યકર્તાનું મોત થયું છે. તેના પરિવાર સાથે સ્થાનીક ટીએમસી નેતાનો આરોપ છે કે, ભાજપના એક નેતાએ તેમના સમર્થકોની સાથે મળી તેની માર મારી હત્યા કરી છે. મૃતક ટીએમસી કાર્યકર્તાનું નામ અઝીઝાર અલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે ઘરે પરત ફરી રહ્યો હતો. જો કે, હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. ટીએમસી કાર્યકર્તાની હત્યા બાદથી આ વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ છે. મળતા અહેવાલો મુજબ દમદમ માં પણ તૃણમુલના એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે. દમદમની ઘટનામાં એક ભાજપનો કાર્યકર અને એક સોપારી કિલરની ધરપકડ થઇ છે. વિસ્તારમાં ટેન્શન છે.

(4:04 pm IST)