Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જ્યાં સુધી ભારત-પાક વચ્ચે ફળદાયી વાતચીત નહિ થાય ત્યાં સુધી કાશ્મીર પ્રશ્ન લટકતો રહેશે

અલગાવવાદી નેતા મીરવાઈઝનું એક જ રટણઃ ઈદના દિવસે શ્રીનગર ઉપરાંત બીજા શહેરોમાં પણ હિંસક બનાવો

જમ્મુ તા ૬  કાશ્મીરમાં ઇદના દિવસે પણ લોકોને શાંતિ નહોતી મળી, કેમકે આતંકવાદીઓના હુમલાઓ પણ થયા અને તેમના સમર્થકો દ્વારા હિંસક વિરોધ, પ્રદર્શનો પણ થયા, આતંકવાદી હુમલામાં એક મહિલાનું મોત થયું પરંતુ તે વાત જાણીતી છે. શ્રીનગર ઉપરાંત ઇદના તહેવારોમાં કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં હિંસક દેખાવો થઇ રહયા છે. દેખાવકારોએ સુરક્ષા દળો પર પથ્થર મારો કર્યો સાથેજ પાકિસ્તાનની ઝંડો ફરકાવ્યો. શ્રીનગર ઉપરાંત સોપોર, અનંતનાગ અને કુપવામાં ઇદની નમાજ પછી પથ્થરબાજો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર છે.

શ્રીનગરના નોૈહદ્રા વિસ્તારમાં ઐતિહાસીક જામીયા મસ્જીદમાં ઇદની નમાજ પછી વરિષ્ઠ અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે કહયું કે કાશ્મીર સમસ્યાના નિવારણ માટે ભારત અને પાકિસ્તાને સામ સામે બેસીને વાત કરવાની જરૂર છે. તેમણે કહયું કે આપણા લોકોએ ઘણા બલિદાનો આપ્યા છે.જયાં સુધી ભારત-પાકિસ્તાન સાર્થક વાર્તાલાપ નહીં કરે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેશે.

ઇદની નમાજ પછી તરતજ યુવકોએ વિભીન્ન આતંકવાદી સંગઠનોના ઝંડા લઇને રસ્તાઓ પર સરઘસ કાઢયું હતું. દેખાવકારોને પોલીસે રોકયા, ત્યારપછી અથડામણ શરૂ થઇ ગઇ, જેમાં ઘણા યુવકો ઘાયલ થયાના સમાચાર છે. સોપોર, અનંતનાગ અને કુપવાડામાં પણ આવાજ પ્રદર્શનો થયાના સમાચારો છે.

(3:27 pm IST)