Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કેરળમાં ચોમાસુ ઢુંકડું

પૂર્વોત્તર રાજયોમાં વરસાદનું આગમનઃ મેઘાલય અને ત્રિપુરા સહીતના રાજયોમાં ભારે વરસાદ : ચેરાપુંજીમાં ૪ ઇંચ

આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મેહુલિયો વરસ્યો

નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું કેરળથી નજીક પહોંચ્યું છે ખાનગી સંસ્થા સ્કાયમેટનાં જણાવ્યા મુજબ પૂર્વોત્ત્।ર રાજયમાં સારો વરસાદ પડી રહ્યો છે જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ પડે છે.મેદ્યાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ચેરાપુંજીમાં ૧૬૨ એમએમ વરસાદ પડ્યો છે. ત્રિપુરાનાં કૈલાસહરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે આ સિવાય, ગંગટોક, લુંબડીંગ, અઝવાલ, સિલોગં, બારાપાની વગેરેમાં પણ વરસાદ નોંધાયો છે.

 હાલની સ્થિતિએ આસામનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ મેદ્યાલયા તરફ જઇ રહી છે અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ લાવશે.  આગામી દિવસોમાં ત્રિપુરા, મેદ્યાલાય અને મિઝોરમમાં વરસાદની માત્રા વધશે. આ સિવાય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણીપુરમાં પણ હળવાથી ભારે વરસાદ પડશે.

(1:43 pm IST)