Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કિસાન યોજના-સારા ચોમાસાથી ગ્રામિણ અર્થતંત્ર ધમધમશે

વધતી મોંઘવારી અને ઘટતી ખરીદશક્‍તિથી ગ્રામિણ અર્થતંત્ર હાલ માંદગીના ખાટલે છે જેમાં હવે જબ્‍બર ઉછાળો આવવાનો છે : ટેકાના ભાવોમાં વધારો-સરકારી રાહતથી ગ્રામિણ વિસ્‍તારોમાં ડીમાન્‍ડ વધતા વેંચાણ વધશેઃ માર્કેટમાં રોકડનું સંકટ હવે હળવું થઇ રહ્યું છે.

નવી દિલ્‍હી તા.૬: વધતી મોંઘવારી અને ધરતી ખરિદશક્‍તિના કારણે ગ્રામીણ વિસ્‍તારોમાં કરીયાણા અને રોજીંદી જરૂરિયાતના સામાનમાં ચાલી રહેલી મંદી હવે હટી શકે છે. મોટી કંન્‍ઝયુમર ગુડસ કંપનીઓનું કહેવું છે કે ચોમાસુ સામાન્‍ય રહેવાનુ અનુમાન અને ખેડુતો માટેની ગેરંટેડ ઇન્‍કમ સ્‍કીમ પીએમ કિસાન યોજનાનો વ્‍યાપ વધારવાની જાહેરાત મહત્‍વપૂર્ણ ભાગ ભજવશે. નરેન્‍દ્ર મોદીએ બીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા પછી ગયા અઠવાડીએ થયેલી કેબીનેટ મીટીંગમાં પીએમ કિસાન યોજનાનો વ્‍યાપ વધારીને ૧૪.૫ કરોડ ખેડૂતોને આવરી લેવાની જાહેરાત થઇ હતી. મીટીંગમાં જણાવાયુ કે ખેડુત પાસે ગમે તેટલી જમીન હોય, બધાના ખાતામાં ૬૦૦૦ જમા કરાવાશે. યોજનાનો વ્‍યાપ વધવાથી તેમાં વધુ ર કરોડ ખેડુતો ઉમેરાયા છે.

પેકેજડ કંઝયુમર પ્રોડકટ બનાવનારી કંપની ડાબર ઇન્‍ડીયાના સીઇઓ મોહિત મલ્‍હોત્રાએ કહ્યું ‘‘એમએસપી વધારાઇ હોવાથી તેમજ સરકારી રાહતથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉપભોકતાઓ પાસે વધુ પૈસા આવશે જૈનાથી ખરીદીમાં વધારો થશે. માર્કેટમાં રોકડના સંકટની સ્‍થિતીમાં સુધારો થઇ રહ્યો છે અને રેપો રેટમાં કાપથી પરિસ્‍થિતી સુધરશે.'' વાટિકા શેમ્‍પ અને રીયલ જયુસ બનાવતી ડાબરનું ૪૫ ટકા વેચાણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થાય છે. મલ્‍હોત્રાએ કહ્યું કે બેરોજગારીનું સ્‍તર હજી ઉચું છે તેને નીચું લાવવા સરકારે નિર્ણાયક પગલા લેવાની જરૂર છે. લગભગ એક તૃત્‍યાંશ માર્કેટ ધરાવતા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કન્‍ઝયુમર ગુડસની ખપત વધવાની ઝડપ શહેરોની સરખામણીએ વધારે રહી છે.

૧.૩ કરોડની વસ્‍તી ધરાવતા દેશમાં રોજીંદી વપરાશની બ્રાંડેડ વસ્‍તુઓની ખપત ગામડાઓમાં સતત વધી રહી છે.૮૦ કરોડથી વધુ વસ્‍તીવાળા ગ્રામીણ ભારતના વપરાશકારોની ખરીદારી ખેતી-ખેડૂતથી થતી આવક પર નિર્ભર રહે છે. ૨૦૧૯માં એગ્રી ગ્રોથ ૨.૯ ટકા રહ્યો છે જે ગયા વર્ષે ૫ ટકા  હતા.

સૂત્રોના કહેવા મૂજબ સ્‍થિર સરકાર પોઝીટીવ હોય છે અને ચોમાસુ સામાન્‍ય રહેવાનો અંદાજ છે અને ખેડુતોની આવક વધારવાની પહેલથી રૂરલ સેન્‍ટીમેન્‍ટને વેગ મળશે.

(11:07 am IST)