Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન - ૨૫

ખુશી

‘‘ખુશી અને દુઃખનું કારણ બહાર કયાય હોતુ નથી તે બધા ફકત બહાના છે. ધીરે-ધીરે આપણને ખ્‍યાલ આવે છે કે આપણી અંદર કઇક છે જે સતત બદલાય છે. તેને બહારની પરિસ્‍થીતીઓ સાથે કોઇ લેવા દેવા નથી.''

તમે જે અનુભવો છો તે તમારી અંદર છે. એક ચક્કર છે જે સતત ફર્યા કરે છે. ફકત તેને જુઓ- અને તે ઘણુ સુંદર છે કારણ કે તેના પ્રત્‍યે સભાન થવાથી કઇક પ્રાપ્‍ત થાય છે હવે કે બહારની દુનિયામાં કઇપણ નથી બનતુ છતા પણ તમારા મનની સ્‍થીતી તો દુઃખમાંથી સુખમાં ફેરવાઇ જાય છે.

તેનો અર્થ એ છે કે સુખ અને દુઃખ તમારા મનની સ્‍થીતી છે. અને તે બહારની પરીસ્‍થીતી ઉપર આધારીત નથી આ ખ્‍યાલ કરવા માટે સૌથી મૂળભૂત વસ્‍તુઓમાની એક છે કારણ કે પછી જ બધુ થઇ શકશે બીજી વસ્‍તુ સમજવાની એ છે કે તમારા મનની સ્‍થીતી અજાગૃત અવસ્‍થા પર આધારીત છ ેતેથી જુઓ અને જાગૃત બનો જો ત્‍યાં ખુશી છે તો તેને જુઓ જયારે ત્‍યા દુઃખ છે. તેને પણ જુઓ તે ફકત સવાર અને સાંઝ જેવા છે સવારે તમે ઉગતા સુર્યને જુઓ છો અને આનંદિત થાઓ છો. જયારે સુર્ય આથમે છે અને અંધકાર છવાય છે , તેને પણ તમે જુઓ છો અને આનંદિત થાઓ છો.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:41 am IST)