Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

શિવસેના ફરી રામના શરણે

૧૮ સાંસદો સાથે ૧૫મીએ અયોધ્યા જશે ઉધ્ધવ

મુંબઇ, તા.૬: ચૂંટણી પહેલા સતત રામ મંદિર અને અયોધ્યાનો મુદ્દો ઉપસ્થિત કરનારી શિવસેના હવે ચૂંટણી પૂરી થયા બાદ ફરી આ મુદ્દે જાગી છે. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ઘવ ઠાકરે નવા ચૂંટાયેલા ૧૮ સાંસદ સાથે અયોધ્યા જવાના છે. ૧૫ જૂનના તેઓ અયોધ્યા જઈ રામજન્મભૂમિની મુલાકાત લેશે. અગાઉ ઉદ્ઘવ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. રામ મંદિરનો મુદ્દો ચૂંટણી સમયે ઉછાળવામાં આવ્યો હતો અને તે સમયે પણ સત્ત્।ામાં સહભાગી હોવા છતાં ઠાકરેએ મોદી સરકારની સખત ટીકા કરી હતી. હિન્દુત્વના નારા સાથે સેનાએ ફરી મુદ્દો ઉપાડ્યો છે. ભાજપે પોતાના વચનનામામાં કાયદાની હદમાં રહી મંદિર બાંધવાની જાહેરાત કરી છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. શિવસેના ધીમે ધીમે ફરી ભાજપ વિરોધી અભિગમ અપનાવી સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવાની તૈયારી કરી હોય તેમ જણાઈ રહ્યું છે.

(10:26 am IST)