Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ભાજપ અને તૃણમૂલ વચ્ચેના પોસ્ટકાર્ડ જંગથી કેન્દ્ર સરકારને ૩.૫૬ કરોડનો ધુંબો

રાજકીય લાભ માટે બંને પક્ષો ૩૦ લાખ પોસ્ટકાર્ડ વાપરશે

નવીદિલ્હી, તા.૬: ભાજપ કાર્યકર્તાઓએ દેશભરમાં પશ્યિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરુદ્ઘ જય શ્રીરામની ઝુંબેશ ચલાવી રહી છે. ભાજપ ૧૦ લાખ પોસ્ટકાર્ડ પર જય શ્રી રામ લખીને મમતા બેનરજીને તેમના સત્ત્।ાવાર નિવાસે મોકલશે. બીજી તરફ મમતા તરફથી પલટવાર કરતાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના સત્ત્।ાવાર નિવાસે ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની કવાયત ચાલી રહી છે. ટીએમસી પોતાના પોસ્ટકાર્ડ પર જયશ્રી રામનો બદલો જય બાંગલા અને જય હિંદ લખીને લઇ રહી છે.

આ પોસ્ટકાર્ડ યુધ્ધમાં પ્રજાના ૩,૪૯,૫૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લાગી જવાનું અનુમાન છે. સરકારી આંકડા મુજબ એક પોસ્ટકાર્ડ બનાવવા માટે લગભગ ૧૨.૧૫ રૂપિયાનો ખર્ચ આવે છે, જયારે તે ફકત ૫૦ પૈસે વેચાય છે. મતલબ કે એક પોસ્ટકાર્ડ પાછળ ૧૧.૬૫ રૂપિયાનું નુકસાન થાય છે. આ આંકડો ૨૦૧૬-૧૭ પર આધારિત છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં એ આંકડો મોટો હોઇ શકે છે. મતલબ કે કુલ ૩૦ લાખ પોસ્ટ કાર્ડ પર સરકારી તિજોરીને લગભગ ૩.૫ કરોડનો બોજો લાગશે. જયારે પોતાના રાજકીય ફાયદા માટેના આ યુદ્ઘમાં સામાન્ય પ્રજાને કોઇ જ ફાયદો નથી !

સરકારી આંકડા મુજબ ૨૦૧૦-૧૧માં એક પોસ્ટકાર્ડનો ઉત્પાદન ખર્ચ ૭.૪૯ રૂપિયા આવતો હતો, જયારે આવક ૫૦ પૈસા થતી હતી. ઉત્પાદન ખર્ચ ૨૦૧૬-૧૭માં વધીને ૧૨.૧૫ રૂપિયા થઇ ગઇ છે, જયારે આવક તો ૫૦ પૈસા જ રહી છે. ૨૦૦૩-૦૪માં એક પોસ્ટકાર્ડનો ખર્ચ ૬.૮૯ રૂપિયા થતો હતો અને આવક ૫૦ પૈસા જ થતી હતી.

(10:25 am IST)