Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ટ્રાફિક જામ મામલે મુંબઇ વિશ્વમાં પહેલા ક્રમે : દુનિયાના ૪૦૩ શહેરોમાંથી મુંબઇનો ટ્રાફિક સૌથી ખરાબ, દિલ્હી ચોથા સ્થાન પરઃ સર્વેનુ તારણ

દિલ્‍હી ચોથા ક્રમાંક પરઃ મુંબઇગરા ૬પ ટકા જેટલો વધારાનો સમય રસ્‍તા પર જ વિતાવે છે

મુંબઇ તા. ૬ :.. સૌથી વધુ ટ્રાફિક જેમની સમસ્‍યા ભોગવતાં શહેરોમાં મુંબઇ વિશ્વમાં પહેલા ક્રમે છે. આ સર્વે અનુસાર ભારતની આર્થિક રાજધાની કોઇપણ વ્‍યકિતને નિヘતિ સમય કરતાં ૬પ ટકા જેટલો વધુ સમય ટ્રાફિકમાં વ્‍યસ્‍ત રાખે છે એટલે કે આ વધારાનો સમય મુંબઇગરાઓ માત્ર ટ્રાફીકમાંથી નીકળવામાં કાઢે છે. મુંબઇના નામે આ એક નકારાત્‍મક નોંધ એમ્‍સ્‍ટર ડેમના ટોમ ટોમ ટ્રાફિક ઇન્‍ડેકસના અહેવાલમાં જણાવાયું હતું. ટોમ ટોમના ટ્રાફિક ઇન્‍ડેકસ સર્વે અનુસાર મુંબઇ બાદ ટ્રાફિક જેમ માટે કોલંબિયાની રાજધાની બોગોટા બીજા ક્રમનું શહેર છે.

ટોમ ટોમ ટ્રાફિક ઇન્‍ડેકસે વિશ્વનાં ૪૦૩ શહેરોમાં ટ્રાફિક જેમ પર અભ્‍યાસ કર્યો હતો અને સૌથી વધુ ટ્રાફિક જેમવાળા શહેરોમાં માત્ર જેમને કારણે નાગરીકોને થતો સમય નોંધ્‍યો હતો.

ટ્રાફિક જામવાળા શહેરો અને સમય

ક્રમ

ટ્રાફિકમાં સમય

શહેર

૬પ ટકા

મુંબઇ

૬૩ ટકા

બોગોટા

પ૬ ટકા

મોસ્‍કો

પ૩ ટકા

જકાર્તા

૧૩

૩૬ ટકા

પેરિસ

૩૬

૩૮ ટકા

વેનકુવર

૪ર

૩૬ ટકા

ન્‍યુયોર્ક

(10:36 am IST)