Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રજનીકાંતની ફિલ્મ કાલા પર પ્રતિબંધ લાગાવવા સુપ્રિમ કોર્ટે કર્યો ઈનકાર

નવી દિલ્હી :દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કાલાને રિલીઝના એક દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે ફિલ્મ કાલા પર પ્રતિબંધ લગાવવા માટે ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજશેખરને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માંગ કરી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, ફિલ્મ નિર્માતાઓએ તેમની મંજૂરી વગર ફિલ્મના દ્રશ્યો અને ગીત સંબંધીત જે સ્રોત લીધા તેના કોપીરાઈટ તેની પાસે છે.

(7:52 pm IST)