Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સમીક્ષા હાઈલાઈટ્સ......

ધારણા પ્રમાણે જ ચાવીરૂપ રેટમાં વધારો કરાયો

         મુંબઈ, તા. ૬ : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી આજે એ વખતે ઉંધી વળી ગઈ હતી જ્યારે આરબીઆઈએ વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દીધો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક શરૂ થયા બાદ જુદા જુદા પાસાઓ ઉપર વિચારણા કરાયા પછી આજે પરિણામ જાહેર કરાયા હતા જેમાં રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો છે. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે.સમીક્ષા હાઈલાઇટ્સ નીચે મુજબ છે.

*   ટુંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી ૬.૨૫ ટકા કરાયો

*   કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો

*   એસએલઆરને ૧૯.૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો

*   આરબીઆઈએ જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઇને રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કર્યો

*   રિવર્સ રેપોરેટને ૫.૭૫ ટકાથી વધારીને હવે ૬ ટકા કરવામાં આવ્યો

*   માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અથવા તો એમએસએફના રેટ અને બેંક રેટને યથાવત ૬.૨૫ ટકાના દરે જાળવી રખાયો

*   મોદી સરકારના ગાળામાં પ્રથમ વખત રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કરાયો

*   આરબીઆઈએ રિટેલ ફુગાવાનો આંકડો ૨૦૧૮-૧૯ના પ્રથમ છ મહિનાના ગાળામાં સુધારીને ૪.૮-૪.૯ ટકા કર્યો

*        આરબીઆઈએ રિટેલ ફુગાવાનો આંકડો ૨૦૧૮-૧૯ના બીજા છ મહિનાના ગાળામાં સુધારીને ૪.૭ ટકા થયો જેમાં હાઉસ રેન્ટ એલાઉન્સની અસરનો સમાવેશ થાય છે

(7:18 pm IST)