Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મુંબઇમાં અેક રેસ્‍ટોરાંમા મોબાઇલમાંથી અચાનક ધુમાડો નીકળતા ફાટ્યોઃ અફરાતફરી

મુંબઇઃ મુંબઇની અેક રેસ્‍ટરામાં અેક વ્‍યકિતઅે પોતાના ખિસ્સામાં રાખેલ મોબાઇલમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા તેણે મોબાઇલ દૂર ફેંકી દીધો હતો. આ સમયે મોબાઇલ ફાટતા રેસ્‍ટોરામાં દોડધામ મચી ગઇ હતી.

તે સમયે લંચ ટાઈમ હતો આથી રેસ્ટોરામાં ભીડ પણ હતી. આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ. ફૂટેજમાં જોઈ શકાય છે કે ભોજન કરતા સમયે વ્યક્તિના શર્ટમાં રાખેલા મોબાઈલમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો. આ જોઈને તેણે મોબાઈલને ખિસ્સામાંથી દૂર ફેક્યો અને લોકો પણ ત્યાંથી ભાગવા લાગ્યાં.

ધુમાડો એટલો વધારે હતો કે આખી રેસ્ટોરામાં ફેલાઈ ગયો હતો. ઘટનામાં વ્યક્તિ ઘાયલ પણ થયો. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે.

આવો જ એક મામલો કાનપુરમાં પણ જોવા મળ્યો. કાનપુરના પ્રતિષ્ઠિત હેલટ હોસ્પિટલમાં એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે જ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ગયો. અહેવાલ મુજબ આ વ્યક્તિ હોસ્પિટલમાં જ કામ કરે છે અને તેની પાસે એમઆઈમેક્સ પ્રાઈમનો ફોન હતો. રવિવારે ડ્યૂટી દરમિયાન તે વાત કરી રહ્યો હતો ત્યારે જ તેમાં વિસ્ફોટ થયો. જો કે આ વિસ્ફોટમાં વ્યક્તિનો આબાદ બચાવ થયો. તેણે જણાવ્યું કે વાત કરતા કરતા તેનો ફોન ખુબ ગરમ થઈ ગયો હતો. આ દરમિયાન બેટરીમાંથી ધુમાડો નિકળતા જોયો અને તેણે મોબાઈલ દૂર ફેંકી દીધો. થોડીવારમાં તે બ્લાસ્ટ થયો. જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી.

(7:03 pm IST)