Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આ છે ભારતનો ૪ વર્ષનો યંગેસ્ટ લેખક

નવી દિલ્હી તા.૬: સામાન્ય રીતે ચાર વર્ષની વયે બાળકો માંડ એક-બે વાકયો લખતાં શીખ્યા હોય, પરંતુ આસામના લખીમપુર જિલ્લામાં રહેતા અયાન ગોગોઇ ગોહેને એક પુસ્તક લખી નાખ્યું છે. સેન્ટ મેરીઝ સ્કૂલમાં ભણતા અયાને 'હનીકોમ્બ'નામની એક બુક લખી છે જે જાન્યુઆરી મહિનામાં પબ્લિશ થઇ હતી. એમાં અયાને ૩૦ નાની ઘટનાઓ વર્ણવી છે અને સાથે તેણે જાતે દોરેલાં ઇલસ્ટ્રેશન્સ પણ છે. ઇન્ડિયા બુક ઓફ રેકોડ્ર્સ દ્વારા અયાનને ભારતના સૌથી નાનકડા લેખકનો ખિતાબ મળ્યો છે. અયાન માત્ર એક વર્ષનો હતો ત્યારથી તેણે પેઇન્ટિંગ કરીને ઇલસ્ટ્રેશન્સ દોરવાનું શરૂ કરેલું અને ત્રણ વર્ષની ઉમરે તેણે જાતે વાર્તાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આયાન તેના દાદા-દાદી સાથે રહે છે. આ ઉંમરે પણ તે રોજ દિવસ  દરમ્યાન જે થયું હોય એમાંથી તેને ગમતી ચીજો લખે છે. તેના પેરન્ટ્સ મિઝોરમમાં રહે છે.

અયાનને યોગ કરવાનું બહુ ગમે છે.તે કાર્ટુન જુએ છે.બેડ્મિન્ટન અને ફુટબોલ જેવી રમતો તેને આકર્ષે છે. કયારેક તે દાદીને ગાર્ડનિંગ અને બેકિંગ કરવામાં પણ મદદ કરે છે.

(4:03 pm IST)