Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સહઆરોપીના મૃત્યુ બાદ પણ કેસ ચાલી શકે : કોર્ટ

મુંબઇ : જાહેર સેવા અધિકારી સહઆરોપીના મૃત્યુ બાદ પણ ટ્રાયલ કોર્ટે આરોપ ઘડી કાઢ્યા હોય તો ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલી વ્યકિત સામેનો કેસ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ હેઠળ ચાલી શકે છે, એમ મુંબઇ હાઇ કોર્ટે જણાવ્યું હતું.

આરોપી જયારે જાહેર સેવા અધિકારી હોય ત્યારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની જોગવાઇ મુજબ તેની સામે કેસ ચલાવવામાં આવે છે. બનાવની વિગત મુજબ જાહેર સેવા અધિકારી (પોસ્ટમેન) સહિત અન્ય ત્રણને લાંચ લેતા સીબીઆઇની એન્ટિ કરપ્શન વિંગે પકડ્યા હતા. કેસ દરમિયાન પોસ્ટમેનનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ આરોપી સામેનો કેસ સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટમાં ચાલુ હતો.

(3:47 pm IST)