Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જમ્મુ-કાશ્મીરઃ માછિલ સેકટરમાં ૩ આતંકી ઠાર

સુરક્ષાદળોએ ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલા આતંકીઓને અટકાવ્યાઃ હજુ પાંચ-છ આતંકીઓ છુપાયાની શંકા

 શ્રી નંગર, તા.૬: કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ ગઇ. આ અથડામણ કુપવાડાના માછિલ સેકટરમાં થઇ. સુરક્ષાદળોએ માછિલ સેકટરમાં દ્યૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા આતંકીઓને અટકાવ્યા. તેમાં ૩ આતંકીઓ ઠાર મરાયા છે. મળતી માહિતી પ્રમાણે, માછિલ સેકટરના જંગલમાં હજુપણ ૫-૬ આતંકીઓ છુપાયેલા છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને દ્યેરી લીધો છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુકાશ્મીરના માછિલ સેકટરમાં સુરક્ષાબળોએ એકવાર ફરી ત્રાસવાદિઓના વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નો કરી રહેલા ત્રણ ત્રાસવાદિઓને સુરક્ષાદળો એ ઠાર કરી દીધા વિસ્તારમાં હજુપણ સર્ચ ઓપરેશન ચાલુ છે હજુપણ પાંચ-છ ત્રાસવાદીઓ છુપાયાની આશંકા છે.ઙ્ગઙ્ગઙ્ગ આ ઉપરાંત, ગઇકાલે આતંકીઓએ બાંદીપોરાના હાજિનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. ૪-૬ આતંકીઓ ૧૩ રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ અને હાજિન પોલીસ સ્ટેશનની બંને બાજુથી ધસી આવ્યા અને આર્મી તેમજ પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

(3:46 pm IST)