Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પડયા પર પાટુ...વ્યાજ દરમાં વધારોઃ લોન મોંઘીઃ હપ્તા વધશે

મોદી સરકારના રાજમાં પહેલીવાર વ્યાજના દરોમાં વધારો :રીઝર્વ બેન્કે રેપો રેટ તથા રીવર્સ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો જાહેર કર્યોઃ મોંઘવારીનું અનુમાન વધાર્યુઃ ૪.૯ ટકા રહેશે

નવી દિલ્હી, તા. ૬ :. ભારતીય રીઝર્વ બેન્કે ત્રણ દિવસ સુધી વિચારણા કર્યા બાદ રેપો રેટના દરોની જાહેરાત કરી છે. આજે રીઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો જાહેર કર્યો છે. નાણાકીય નિતી સમિતિએ તેમા ૨૫ બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ ૬ ટકાથી વધીને ૬.૨૫ ટકા થઈ ગયો છે. રીઝર્વ બેન્કે વ્યાજ દરમાં વધારો જાહેર કરતા આમ આદમી માટે બેન્કોમાંથી લોન લેવાનું મોંઘુ થશે. સાથોસાથ ઈએમઆઈ પર વ્યાજનો બોજો પણ વધશે. હપ્તા પણ વધશે.

રીઝર્વ બેન્કે રેપો રેટમાં ૦.૨૫ ટકા અને રીવર્સ રેપો રેટમાં પણ ૦.૨૫ ટકાનો વધારો જાહેર કર્યો છે. રીઝર્વ બેન્કે ૨૦૧૮-૧૯ના પ્રથમ છ માસિક ગાળામાં સીપીઆઈ મોંઘવારીનો દર ૪.૮ થી ૪.૯ ટકાની વચ્ચે રહેવાનું અનુમાન જણાવ્યુ છે.

રીઝર્વ બેન્કે છેલ્લા ૩ વખતથી વ્યાજ દરમાં કોઈ વધારો કર્યો ન હતો. સીઆરઆરનો દર ૪ ટકા જ રહેશે તેવુ જાહેર કરવામાં આવ્યુ છે.(૨-

(4:35 pm IST)