Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રાજધાની અને શતાબ્દી જેવી પ્રિમિયમ ટ્રેનના ફૂડ મેનુ બદલાશે

સૂપ, સૂપ સ્ટિક, બટર અને સેન્ડવિચ નહિ આવે :સંપૂર્ણ ભોજનના સ્થાને વેજ કે નોન-વેજ રાઇસ કોમ્બો આપવા વિચારણા

નવી દિલ્હી : ભારતીય રેલવે કેટરિંગ પોલિસીમાં મોટા ફેરફારની યોજના ધરાવે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) રાજધાની અને શતાબ્દી જેવી પ્રિમિયમ ટ્રેનના નવા ફૂડ મેનુ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. જેમાં સૂપ, સૂપ સ્ટિક, બટર અને સેન્ડવિચ જેવી ખાણીપીણીની ચીજો પ્લેટમાં પીરસવામાં નહીં આવે. સંપૂર્ણ ભોજનના સ્થાને વેજ કે નોન-વેજ રાઇસ કોમ્બો આપવાની વિચારણા છે.

(1:11 pm IST)