Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે

સુરક્ષા દળોની ચિંતામાં વધારો થયો છે : રિપોર્ટ : ખીણમાં હાલમાં ત્રાસવાદી હિંસામાં વધારો થયો : હેવાલ

નવી દિલ્હી,તા. ૬ : જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ ઇશારો કરે છે. હાલસના હુમલામાં  બાદ સુરક્ષા દળો માને છે કે છેલ્લા કેટલાક સમયથી  ત્રાસવાદીઓને સ્થાનિક લોકો તરફથી સમર્થન મળી રહ્યુ છે. ખીણમાં ત્રાસવાદી ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા દળો એમ  પણ માને છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યની અંદર સ્થાનિક લોકો હવે વધારે ત્રાસવાદીઓને ટેકો અને સમર્થન આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે અડચણો ઉભી થઈ રહી છે. ત્રાસવાદીઓની સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કેટલાક સ્થાનિક લોકો અડચણો ઉભી કરી રહ્યા છે. આ લોકો પથ્થરમારો અને અન્ય રીતે વિરોધ કરી રહ્યા છે. સુરક્ષા દળોની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો કરીને કેટલાક સ્થાનિક લોકો મુશ્કેલી સર્જી રહ્યા છે. સ્થાનિક લોકોે પથ્થમારો કરીને આતંકવાદીઓની સામે કાર્યવાહીમાં અડચણો ઉભી કરી રહ્યા છે. જેના લીધે સુરક્ષા દળો મોટી સફળતા હાંસલ કરી શકતા નથી.    ત્રાસવાદીઓને સ્થાનિક લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. સ્થાનિક લોકોના ઘરમાં જ ત્રાસવાદીઓ કેટલીક વખત શરણ લઇ લે છે. લશ્કરી ઓપરેશન સામે લોકો વાંધો પણ ઉઠાવે છે. આના કારણે હાલમાં કેટલાક ઓપરેશન સામે તકલીફ થઇ હતી. 

જમ્મુકાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની મદદથી યોગ્ય જગ્યાએ છુપાઇ જાય છે અને પરિસ્થિતીનો લાભ ઉઠાવીને ત્યારબાદ હુમલા કરે છે. સુરક્ષા જવાનો આવા સ્થાનિકકટ્ટરપંથી સામે લાલ આંખ કરે તેવી માંગ હવે મોટા ભાગના લોકો ઉઠાવી રહ્યા છે. પથ્થરબાજો ગેરમાર્ગે દોરાયેલા યુવાનો હોવાની  સાથે સાથે ત્રાસવાદી ગતિવિધીને ટેકો આપનાર લોકો હોવાની વિગત ખુલી રહી છે.

(12:40 pm IST)