Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

IS સૌથી નાની વયની આંતકી છોકરી, મ્યૂઝીયમ ઉડાવવાની રચી હતી યોજના

લંડન, તા.૬: એક સનસનીખેજ કેસ પર ફૈંસલો સંભળાવતા બ્રિટેનની એક કોર્ટે ૧૮ વર્ષની એક છોકરીને આતંકી હુમલાની યોજના બનાવવા અંગે દોષી કરાર સાબિત કરેલ છે. કોર્ટે તેને બ્રિટિશ મ્યૂઝિયમ પર હુમલો કરવાની યોજના બનાવવા અંગે જવાબદાર ઠરાવતા તેને દોષી કરાર સાબિત કરેલ છે.

આ સાથે સાથે આ યુવા છોકરી ઇસ્લામિક સ્ટેટ (IS)ની સૌથી ઓછી ઉંમરની દોષી બ્રિટિશ આતંકી બની ગઇ છે. મહત્વનું છે કે આ છોકરીનું નામ સફા બાઉલાર છે. આ યુવા છોકરી પર મ્યૂઝીયમ પર હુમલો કરવાની યોજના બનાવવા મામલે દોષી કરાર કરવામાં આવેલ છે.

સફા પર એવો ગંભીર આરોપ હતો કેIS શામેલ થવા માટે આ મહિલાએ સીરિયામાં જવાની તૈયારી કરી હતી. IS આતંકી અને પોતાનાં પ્રેમીનાં મોત બાદ તે લંડનમાં આતંકી હુમલો કરવાનું વિચારી રહી હતી. મળતી માહિતી મુજબ ઓલ્ડ બૈલી સ્થિત એક જયૂરીએ તે યુવા છોકરીને આતંકવાદનાં બે આરોપો અંતર્ગત દોષી કરાર ઠહેરાવી દીધેલ છે.

વર્ષ ૨૦૧૫માં બાઉલર પેરિસમાં થયેલ આતંકી હુમલાઓ બાદ આતંકીઓનાં ઓનલાઇન સંપર્કમાં આવીને કટ્ટરપંથની તે શિકાર થઇ ગઇ હતી. તે સમયે તે પોતે ૧૬ વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં ફેલાયેલ આતંકી સંગઠનોમાં સૌથી વધુ યુવાઓને નિશાન બનાવવામાં આવે છે. યુવાઓને પોતાની સાથે શામેલ કરવાની એક મુહિમ તેઓએ બનાવી લીધી છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ભારત અને બ્રિટને અગાઉ લશ્કર-એ-તૌયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો વિરૂદ્ઘ કાર્યવાહી કરવા માટે સહયોગ વધારવા અંગેનો વિશેષ સંકલ્પ કર્યો હતો.(૨૨.૭)

(11:48 am IST)