Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

BJP જો રામ મંદિર નહીં બનાવે તો હારશે, આચાર્ય સુરેશ દાસ

રામની સાથે એક રીતે પાર્ટી (ભાજપ)એ છેતરપિંડી કરી છે

અયોધ્યા તા. ૬ : રામ મંદિરને લઇ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે 'પોતાના'થી જ ઘેરાતી દેખાય રહી છે. ભાજપ સાથે જોડાયેલા લોકો જ હવે તેમને આ ચેતવણી આપી રહ્યાં છે કે જો મંદિર નહીં બને તો ૨૦૧૯મી ભાજપ જીતશે નહીં. રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સુરેશ દાસે પણ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે તેમને રામ સાથે છેતરપિંડી કરી છે.

તેમણે કહ્યું કે રામની સાથે એક રીતે પાર્ટી (ભાજપ)એ છેતરપિંડી કરી છે. રામના નામથી પાર્ટી સત્તામાં આવી અને પછી રામને ભૂલી ગઇ. જો તેમણે ૨૦૧૯મી ચૂંટણી જીતવી છે તો તેમણે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવું જોઇએ નહીં તો તેમને ખૂબ જ મુશ્કેલી પડી શકે છે.

આની પહેલાં રામ જન્મભૂમિ ન્યાસના પૂર્વ મહંત પરમહંસ દાસ એ પણ કહ્યું કે જો ભાજપને ૨૦૧૯મી સત્તામાં આવવું છે તો તેમણે રામ મંદિર બનાવું પડશે. આમ નહીં થવા પર પાર્ટીને હરાવા માટે આંદલોન ઉભું કરાશે. તેમણે કહ્યું, જો તેઓ (ભાજપ) સત્તામાં ફરીથી (૨૦૧૯માં) આવવા માંગે છે તો તેમણે રામ મંદિર બનાવવું પડશે. નહીં તો અમે આંદોલન શરૂ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે તેમની હાર થાય.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર જ લડાશે. તેના જવાબમાં મહંત પરમહંસે ભાજપને એકરીતે ચેતવણી આપી દીધી છે.(૨૧.૬)

 

(9:52 am IST)