Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આફ્રિકાના ત્રણ દેશોમાં, ભારતમાં પ્રસરેલો કોરોનાવાયરસનો ભેદી સ્ટ્રેન જોવા મળ્યો

આફ્રિકાના ત્રણ દેશો કેન્યા, યુગાન્ડા અને મોરોક્કોમાં ભારતમાં પ્રસરેલો કોરોના વાઇરસનો બી.1.167 સ્ટ્રેન મળી આવ્યાનું જાહેર થયું છે. ધ આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓથોરિટીએ આજે આ વાત પત્રકારો સમક્ષ ઓનલાઈન વાતચીતમાં જાહેર કરી છે.

(10:33 pm IST)
  • કેરળમા બેકાબૂ બનેલા કોરોનાને કાબુમા લેવા કેરળમાં શનિવાર ૮ મે થી ૧૬ મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરતું રાજ્ય પ્રશાસન : દેશના ૭મા રાજ્યમાં લોકડાઉન લદાયુ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ બાકી હોવાથી રાજ્ય પ્રશાસનએ આજે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. access_time 11:32 am IST

  • કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય : 3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મોકૂફ access_time 11:27 pm IST

  • રાજસ્થાન જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને કોરોના વળગ્યો: તબિયત બગડી: હોસ્પિટલમાં : સગીરા ઉપરના બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા ૮૦ વર્ષના આસારામ બાપુની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાય છે. આસારમ બાપુએ બેચેનીની ફરિયાદ કરી હતી. આ પહેલા, તેમના કોરોનાના લક્ષણોમાં વધારો થયો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેલ પ્રશાસને તેમને તાબડતોબ હોસ્પિટલમાં મોકલી આપ્ય હતા. access_time 11:59 am IST