Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શ્રીલંકા પછી હવે જાપાન પણ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દેશે

ભારતમાં કોરોના મહામારીએ આતંક સર્જી દીધો છે તેની અસર સમગ્ર વિશ્વમાં પડી છે. એક પછી એક દેશ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી રહેલ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકાના પગલે હવે જાપાન પણ તુરતમાં જ ભારતથી આવનારા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દેશે તેમ જાણવા મળે છે. જાપાન સરકાર ભારતથી આવતા મુસાફરો ઉપર આકરા નિયંત્રણો લાદવાનું પ્લાનિંગ કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે.

(10:15 pm IST)
  • દિલ્હીના પૂર્વ પ્રધાનનો કોરોનાએ જીવ લીધો દિલ્હીના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પક્ષના નેતા જયપાલસિંહ ગુર્જરનું મેટ્રો હોસ્પિટલમાં અવસાન થયું છે. બે દિવસ પહેલા તેમને કોરોના પોઝિટિવ આવેલ હતો . access_time 9:55 pm IST

  • સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગના દર્દી સિરીયસ છે તેમાંથી ૧૫૦ આસપાસ વેન્ટીલેટર ઉપર છે : તેમજ ખાનગી હોસ્પિટલને સિવિલ દ્વારા ૧૦૩ વેન્ટીલેટર લોન ઉપર અપાયા : કલેકટરનો નિર્દેશ access_time 12:33 pm IST

  • શ્રીલંકાએ ભારતના નાગરિકો ઉપર પ્રતિબંધ લાદયો કોરોનાનો કારણે વધુ એક દેશ શ્રીલંકાએ ભારતથી આવતા નાગરિકો ઉપર પ્રતિબંધ લાદી દીધો access_time 9:32 am IST