Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જર્મનીમાં ૪ લાખ યુઝર્સ સાથેના ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ભાંડો ફૂટ્યો

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એક પ્રમુખ રેકેટનો ખાત્મો કરાયો : પ્રશાસનના મતે આ પ્લેટફોર્મ વિશ્વનું પ્રમુખ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મ હતું, ૨૦૧૯ના વર્ષથી એક્ટિવ હતું

બર્લિન, તા. : જર્મનીમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એક પ્રમુખ રેકેટનો ખાત્મો કરવામાં આવ્યો છે. તેને વિશ્વના સૌથી મોટા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ડાર્કનેટ પ્લેટફોર્મ તરીકે માનવામાં આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે પ્લેટફોર્મ ઉપર લાખ કરતા પણ વધારે રજિસ્ટર્ડ સદસ્યો હતા.

જર્મન પ્રશાસનના મતે પ્લેટફોર્મ વિશ્વનું પ્રમુખ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મ હતું અને ૨૦૧૯ના વર્ષથી એક્ટિવ હતું. પીડોફાઈલ્સ (બાળકોમાં વિકૃત રસ ધરાવતા લોકો) પ્લેટફોર્મ પર ચાઈલ્ડ પોર્ન શેર કરતા હતા અને જોતા હતા. જર્મનીની પોલીસ ટાસ્ક ફોર્સ છેલ્લા કેટલાક મહિનાથી પ્લેટફોર્મની તપાસ કરી રહી હતી. તેઓ પ્લેટફોર્મના સંસ્થાપકો અને યુઝર્સ પર નજર રાખી રહ્યા હતા. જર્મન પોલીસે કેસમાં હોલેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડાના કાયદા પ્રશાસન અને યૂરોપોલની મદદ પણ લીધી હતી. એપ્રિલ મહિનામાં રેડ પડી ત્યાર બાદ પ્લેટફોર્મ બંધ થઈ ગયું હતું. વેબસાઈટના એડમિન તરીકે કામ કરતા શખ્સો પ્લેટફોર્મના સદસ્યોને ગેરકાયદેસર ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ઉપયોગ કરવાને લઈ કેવી રીતે કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય તેની સલાહ આપતા હતા.

પૈરાગ્વે ખાતેથી ધરપકડ કરવામાં આવી તે ચોથો આરોપી પ્લેટફોર્મના સૌથી એક્ટિવ યુઝર્સ પૈકીનો એક હતો અને તેણે પ્લેટફોર્મ પર ,૫૦૦થી વધારે પોસ્ટ્સ અપલોડ કરી હતી.

(7:48 pm IST)