Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અલ્હાબાદ હાઇકોર્ટે 10 મે થી 4 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું : રાજ્યની તમામ કોર્ટ 10 મે થી 4 જૂન સુધી વેકેશન પાડશે : આ અગાઉ વેકેશનની તારીખ 1 જૂનથી નક્કી કરાઈ હતી પરંતુ કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ વહેલું જાહેર કરાયું

અલ્હાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટે 10 મે થી 4 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. તેથી રાજ્યની તમામ કોર્ટ 10 મે થી 4 જૂન સુધી વેકેશન પાડશે . આ અગાઉ વેકેશનની તારીખ 1 જૂનથી નક્કી કરાઈ હતી પરંતુ કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ વહેલું જાહેર કરાયું  છે.

નામદાર કોર્ટે આજ 6 મેના રોજ રજિસ્ટ્રાર દ્વારા સૂચિત આદેશ આપ્યો છે. જે મુજબ "અલ્હાબાદ અને લખનઉ ખાતેની ન્યાયાલયની હાઇકોર્ટમાં સમર વેકેશન અને તેની ગૌણ અદાલતોની તા .10.05.2021 થી 04.06.2021 દરમિયાન વેકેશન પાડશે . જે આ અગાઉ 01.06.2021 થી 30.06.2021 ના બદલામાં જાહેર કરવામાં આવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)