Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

હવે બાળકોને પણ અપાશે કોરોના વેકસીન

ફાઇઝર કંપનીની વેકિસનને અપાઇ લીલીઝંડી

નવી દિલ્હી તા. ૬ : કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેકિસનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ વાતની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક મળશે. તેના પહેલા વેકિસનને ૧૬ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આગામી સપ્તાહ સુધીમાં યુવાનો માટે ફાઈઝરની વેકિસનને પણ મંજૂરી આપી શકે છે. આગામી વર્ષે સ્કુલ ખુલે તે પહેલા અનેક લોકોને વેકિસનનો ડોઝ આપવાની તૈયારી છે. આ વેકિસનને પહેલેથી જ ૧૬ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી. આ વેકિસને યુવાનોને પણ સુરક્ષા પ્રદાન કરી હતી અને ત્યાર બાદ આ નવી જાહેરાત કરવામાં આવી છે.

ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા ૨૨૬૦ વોલેન્ટિયર્સને વેકિસન આપવામાં આવી હતી. ૧૮ વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના જે લોકોને વેકિસનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો.  સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેકિસન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેકિસન છે.

(3:52 pm IST)
  • રાજકોટમાં અને જીલ્લામાં ૩ સ્થળે સરકારી હોસ્પિટલોની પ્રિમાઈસીસમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થશે : કલેકટરની મહત્વની જાહેરાત : ૨ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ૪૦ લાખ રૂપિયા ફાળવ્યા તથા કોર્પોરેટર ક્ષેત્રમાંથી એસબીઆઈ અને લીડ કરતા અધિકારીઓ દ્વારા ૩૭ લાખથી ફાળવણી : જીલ્લામાં ઉપલેટા, ધોરાજી, રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ અને જસદણના આરોગ્ય ક્ષેત્રમાં ઓક્સિજન પ્લાન્ટ નખાશે access_time 12:32 pm IST

  • સાણંદ તાલુકામાં સેંકડો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી મંદિરે પહોંચી : માસ્ક વગર માથે ઘડા મુકી કોરોનાને ખૂલ્લું આમંત્રણ આપ્યું : આયોજક, ડીજેવાળા સહિત ર૩ લોકો સામે ગુનો દાખલ, બળિયાદેવના મંદિરે પાણી રેડવામાં આવે તો કોરોના ભાગી જશે : ગ્રામજનોની માન્યતા access_time 12:55 pm IST

  • શ્રીલંકાએ ભારતના નાગરિકો ઉપર પ્રતિબંધ લાદયો કોરોનાનો કારણે વધુ એક દેશ શ્રીલંકાએ ભારતથી આવતા નાગરિકો ઉપર પ્રતિબંધ લાદી દીધો access_time 9:32 am IST