Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મધનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે

મધના પાણીથી ગળાનું ઇન્ફેકશન દુર થાય છે : હુંફાળા પાણીમાં મધ મિકસ કર્યા બાદ પીવાથી વજન નિયંત્રિત રહે છે તેમજ પાચન પ્રક્રિયામાં સુધારો આવે છે

અમદાવાદ,તા.૬: હુંફાળુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે, કોરોના કાળમાં દરેક વ્યક્તિને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં જો મધ મિક્સ કરીને પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને અધિક લાભ પ્રદાન કરે છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે. મધમાં એન્ટી-ઓક્સીડન્ટ્સ રહેલા છે, જે શરીરને વાયરલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી વજન નિયંત્રિત રહે છે, પાચન પ્રક્રિયામાં સુધાર આવે છે અને ગળામાંથી ઇન્ફેક્શન દૂર કરે છે.  સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. ઈમ્યુનિટી વધુ હોવાને કારણે અનેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. કોરોનાના સમયમાં આ પાણી પીવાથી તમને ફાયદો થઈ શકે છે. નિયમિત હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરાબ બેક્ટીરિયા દૂર થાય છે. સર્દી, ખાંસી, કફ અને સામાન્ય તાવ જેવી સમસ્યાથી રાહત મળે છે. બંધ નાક અને કફ થાય ત્યારે હુંફાળા મધનું પાણી પીવાથી લાભ થાય છે અને ગળાના ઇન્ફેક્શન અને અન્ય સમસ્યાથી છુટકારો મળે છે. હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી પાચન ક્ષમતામાં સુધાર આવે છે અને પેટ સાફ રહે છે.

(3:14 pm IST)