Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ઘણા મોંઘા છૂટાછેડા પછી પત્નીઓ અરબપતિ બની ગઇ

બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ છૂટાછેડા લેવાના છે : છૂટાછેડા પછી પત્ની અરબપતિ બની ગઇ, પતિની આવકમાં ઘટાડો થતા અનેક અરબપતિની યાદીમાંથી બહાર થઇ ગયા

નવી દિલ્હી,તા.૬ : માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ લગ્નના ૨૭ વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. બંનેએ કહ્યું કે તે આગળની જિંદગી સાથે પસાર કરી શકે તેમ નથી. હવે ચારેબાજુ માત્ર એ સવાલ છે કે છૂટાછેડા પછી મેલિન્ડાના ભાગમાં કેટલાં પૈસા આવશે? થોડાક સમય પહેલાં એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના છૂટાછેડા પણ તેના કારણે ચર્ચામાં હતા અને છૂટાછેડા પછી તેમની પત્ની અરબપતિઓની યાદીમાં આવી ગઈ. ત્યારે આવો તમને બતાવીએ એવા ૫ છૂટાછેડા વિશે, જેમાં છૂટાછેડા પછી પત્ની અરબપતિ બની ગઈ અને પતિની આવકમાં ઘટાડો થતાં તે અનેક અરબપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા. કેસિોનાના દિગ્ગજ એલેન વિને ૨૦૧૦માં બીજીવાર છૂટાછેડા લીધા. તેમની પત્ની તે સમયે ૨૦૦૨થી વિન રિસોર્ટ્સની બોર્ડ મેમ્બર હતી. સેટલમેન્ટમાં એ નક્કી થયું કે તેમની પત્ની એલન વિનને કંપનીના ૧૧ મિલિયન એટલે ૧.૧ કરોડ શેર મળશે. આ શેરની કિંમત લગભગ ૭૯૫ મિલિયન ડોલર હતી. સ્ટીવે પણ તે વર્ષે લગભગ ૧૧૪ મિલિયન ડોલર્સના શેર વેચ્યા. ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્ટીવ પર યૌન શોષણના આરોપ લાગ્યા અને તેના પછી તેમણે બધા શેર વેચી દીધા. તેના પછી લગભગ ૨ અરબ ડોલરની સંપત્તિની સાથે એલન Wynn Resortsની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ હતી. રોય અને તેમની પત્નીએ ૨૦૧૭માં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે પણ ત્યારે જ્યારે રોય ૭૭ વર્ષના હતા. અને તેમના પત્ની પેટ્રિસિયા ડિઝની ૭૨ વર્ષના હતા. આ છૂટાછેડા તેમણે લગ્નના ૫૨ વર્ષ પછી લીધા. રોય ઈ વોલ્ટ ડિઝનનીના એક ભત્રીજા હતા. જેમની પાસે તે સમયે લગભગ ૧.૩ અરબ ડોલરની સંપત્તિ હતી. છૂટાછેડા પછી તેમણે પોતાની અડધી સંપત્તિ ગુમાવી દીધી. પહેલાં તે ફોર્બ્સ ૪૦૦ યાદીમાં હતા. પરંતુ છૂટાછેડા પછી તે અરબપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા. દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને તેની પત્ની મેકેન્ઝી બેઝોસના છૂટાછેડા ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ છૂટાછેડા પછી મેકેન્ઝી બેઝોસ પણ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

ચોંકાવનારી વાત એ છે કે મેકેન્ઝી જે પૈસાથી અમીર થઈ છે, તે તેને પતિ જેફ બેઝોસ પાસેથી છૂટાછેડાથી મળ્યા છે. ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે મેકેન્ઝીની કુલ સંપત્તિ ૨.૭૦ લાખ કરોડ રૂપિયાની છે અને તે દુનિયાની ૨૨મી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગઈ છે. લગભગ ૩ વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ પછી ઓઈલ ટાઈકૂન હેરોલ્ડે નક્કી કર્યું હતું કે તે પોતાની પત્ની Sue Ann Arnallથી છૂટાછેડા લેશે. તેના બદલે તેમણે પોતાના મોર્ગન સ્ટેનલેના એકાઉન્ટમાંથી એક ચેક ફાડીને પોતાની પત્નીને આપ્યો. જેમાં કિંમત લખી હતી ૯૭૪,૭૯૦,૩૧૭.૭૭ ડોલર એટલે લગભગ ૯૭.૪ કરોડ ડોલર. તે સમયે તો તે માની ગઈ અને ચેકને પોતાના ખાતામાં ડિપોઝીટ કરી દીધા. પરંતુ પછીથી તેનું મન બદલાઈ ગયું અને તેણે Hamm કંપનીમાં શેર માટે અપીલ કરી. એપ્રિલ ૨૦૧૫માં ઓક્લાહોમા સુપ્રીમ કોર્ટે આ કહાનીને ખતમ કરી અને નિર્ણય હેરોલ્ડના હકમાં આપતાં તેમની પૂર્વ પત્નીની અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સેટલમેન્ટ સમયે તેમણે રાજીનામા પર સહી કરી હતી અને તે પૈસાને પોતાના ખાતામાં જમા પણ કરી દીધા હતા. બિલ અને સૂ ગ્રોસના છૂટાછેડાથી સૂ ગ્રોસ અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ, જયારે બિલ આ યાદીમાંથી બહાર થઈ ગયા. ૨૦૧૬માં સૂ ગ્રોસે પતિ બિલ પાસેથી છૂટાછેડા લેવાની અરજી કરી. જો અસેટ મેનજમેન્ટ કંપની Pimcoના ફાઉન્ડર હતા. વર્ષ પછી બંનેના છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ અને તેને ૧.૩ અરબ ડોલરની સંપત્તિ મળી. તેના પછી ૧૪ વર્ષોથી ફોર્બ્સની યાદીમાં રહેલા બિલ યાદીમાંથી બહાર થઈ ગયા. હાલમાં બંને પોતાની ચેરિટેબલ સંસ્થા ચલાવે છે.

(3:11 pm IST)