Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આજે ૬૨ મોત નવા ૧૭૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૨ પૈકી ૧૧ કોવીડ ડેથ થયા : શહેરનો કુલ આંક ૩૬,૦૮૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૨,૧૫૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૯.૫૪ ટકા થયો

 રાજકોટ તા. ૬: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૬૨ નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૧૭૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૫નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૬નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના  ૬૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૬૨ પૈકી ૧૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૧૮ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૭૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૬,૦૮૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૨,૧૫૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૮૧૪૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૮૦ ટકા થયો  હતો. જયારે ૫૯૭ દર્દીઓ સાજા થયા છે. આજ દિન સુધીમાં ૧૦,૩૨,૭૭૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૨,૧૫૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૫૩૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:58 pm IST)