Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સરકારનું મીસ મેનેજમેન્ટ : વિદેશોથી આવેલી સહાય સામગ્રી હજુ એરપોર્ટ ઉપર જ પડી છે

વિતરણ વ્યવસ્થામાં છીંડા : જરૂરીયાતવાળા રાજ્યોમાં હજુ સહાય પહોંચી જ નથી : હજારો ટન સામગ્રીને દિલ્હી એરપોર્ટ પર ખડકલો : સરકારની અણઆવડત છતી થઇ

નવી દિલ્હી તા. ૬ : ભારતમાં કોરોના દર્દીઓ માટે આવી રહેલી વિદેશી મદદના વિતરણ પર સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી વિપક્ષ સવાલ પૂછી રહ્યું હતું. હવે મદદ આપનારા પણ સવાલ પૂછી રહ્યા છે. વોશિંગ્ટનમાં સરકારી પ્રેસ બ્રીફિંગના એક સંવાદદાતાએ રાષ્ટ્રપતિ બાઇડેનના પ્રવકતાએ પ્રત્યક્ષ રીતે પૂછયું કે, અહીંયાથી ટેક્ષપેયર્સની મદદથી મોકલવામાં આવેલી મદદ ભારતમાં કયાં જઇ રહી છે. રિપોર્ટરે પૂછયું કે, શું આપણે તપાસ કરી રહ્યા છીએ કે આ મદદની ફાળવણી કઇ રીતે થઇ રહી છે.

અનેક દેશોથી ભારતને ઓકસીજન સિલિન્ડર, કન્સન્ટ્રેટર, રેમડેસિવિર તેમજ અન્ય દવાઓ વગેરે વસ્તુઓ મોકલી છે. ત્રીસ હજાર ટન છે. આ સામગ્રી એવું ભારતીય મીડિયાના રીપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. ગઇકાલે એઆઇએમઆઇએમના મુખ્ય ઓવૈસીએ કહ્યું હતું કે, બીમાર લોકો મરી રહ્યા છે અને મદદ એરપોર્ટ પર રહેલી છે. આ જ વાત આજે અમેરીકન ટીવી સીએનએને કહી છે. સીએમએને લખ્યું છે કે, ગયા સપ્તાહે જહાજ પર જહાજ મદદ લઇને ભારત આવી રહ્યા છે પરંતુ આ મદદ સીધી હોસ્પિટલ ન પહોંચીને એરપોર્ટના હૈગરોમાં પડી રહી છે.  આ આરોપનું કેન્દ્ર સરકારે ખંડન કર્યું છે અને દાવો કર્યો છે કે તેની વિતરણ પ્રણાલી સારી રીતે કામ કરી રહી છે પરંતુ દાવાથી વિરૂધ્ધ સત્વ એ પણ એ છે કે હોસ્પિટલ હજુ પણ અછતથી ઝઝુમી રહ્યા છે. રાજ્યોના અને સ્થાનીક અધિકારી કહે છે કે તેને માલુમ જ નથી કે કેન્દ્રીય મદદ કયારે અને શું કામ આવી રહી છે અને કોના હાથ સોંપાય રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યુપી, એમપી અને કર્ણાટક વગેરે અનેક રાજ્યોના અધિકારીઓને મદદ મળવાની વાત સ્વીકાર કરી છે પરંતુ રાજસ્થાન, પંજાબ અને ઝારખંડના અધિકારીનું કહેવું છે કે, તેને કેન્દ્રીય મદદની કોઇ જાણકારી નથી.

(10:58 am IST)