Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

GSTR-2Aમાં ડેટા મેચ કર્યા વિના છેલ્લા બે માસની ક્રેડિટ વેપારીને મળશે

કોરોનાના લીધે CBICએ બે મહિના પૂરતો નિયમોમાં ફેરફાર કર્યો

નવી દિલ્હી,તા. ૬: કોરોનાની મહામારીને કારણે વેપારીઓને રાહત આપતો નિર્ણય સીબીઆઈસી દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લા બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિનાની આઈટીસી જીએસટીઆર રએમાં મે કર્યા વિના પણ મેળવી શકશે. જોકે, વેપારીને મળવાપાત્ર કરતાં વધુ આઇટીસી લીધી હશે તો વ્યાજ સાથે તેની વસૂલાત પણ કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.

વેપારી હારા દર મહિનાની ૨૦ તારીખની આસપાસ ૩બી રિટર્ન ભરવામાં આવતા હોય છે. આ રિટર્નમાં મળવાપાત્ર આઇટીસી જીએસટીઆર રએના આધારે નક્કી કરવામાં આવતા હોય છે. કારણ કે જે વેપારી પાસેથી માલ ખરીદી કર્યો હોય અને તેને જીએસટી ભરપાઇ કર્યો હશે તો જ વેપારીને ક્રેડિટ મળતી હોય છે. અથવા તો જીએસટીઆર રએમાં જે ક્રેડિટ દેખાતી હોય તેના કરતા પાંચ ટકા વધુ રકમની આઇટીસી વેપારી લઇ શકતો હોય છે. જયારે હાલમાં કોરોનાની સ્થિતિને કારણે કેટલાય વેપારીઓ સમયસર રિટર્ન ભરી શકયા નથી. આવા કારણોસર એપ્રિલ અને મેમાસમાં રિટર્ન ભરનાર વેપારીઓને રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે વેપારી દ્વારા રિટર્ન ભરવામાં આવે ત્યારે જીએસટીઆર રએમાં ક્રેડિટ ના દેખાતી હોય તેમ છતાં તેઓ અંદાજ પ્રમાણે આઇટીસી લઇ શકશે. પરંતુ તેના કારણે એપ્રિલ અને મે માસનું એકસાથે રિટર્ન ભરનાર વેપારીને તેનો લાભ મળશે.

  • નિયમથી વધુ ક્રડિટ હશે તો દંડ પણ ભરવો પડશે

જોકે વેપારીએ રિટર્ન ભરવામાં જે ક્રેડિટ લીધી હશે તે નિયમ કરતા વધુ હશે તો વેપારીએ વ્યાજ અને દંડ ભરવાની પણ તૈયારી રાખવી પડશે. કારણ કે કેટલાક વેપારીઓ વધુ પડતી ક્રેડિટ લેતા હોવાનું સમયાતરે બહાર આવતું હોય છે. તેમજ આવા વેપારીઓને સિસ્ટમ દ્વારા જ નોટિસ પણ આપવામાં આવતી હોય છે. જેથી આવી કાર્યવાહી થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી.

(10:32 am IST)