Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ભારતમાં નેતાઓને ઓક્સિજન અને અન્ય મેડિકલ ચીજોની બદલે પોતાની ટીકા અને છબિની ચિંતા : હ્યુમન રાઈટ વોચ

આ નિષ્ફળતાઓ માટે સરકારની ટીકા થાય તો સરકારે નારાજગી વ્યક્ત કરી:આ સંબંધમાં આપવામાં આવેલી સલાહ પર અધિકારીઓની મજાક ઉડાવી

નવી દિલ્હી :હ્યુમન રાઈટ્સ વોચની દક્ષિણ એશિયા નિર્દેશક મીનાક્ષી ગાંગુલીનું કહેવું છે કે, કોરોના મહામારી સામનો કરી રહેલા ભારતમાં નેતાઓને ઓક્સિજન અને બીજી મેડિકલ ચીજોની અછતની જગ્યાએ પોતાની ટીકા અને છબિની ચિંતા છે.

તેમને કહ્યું કે, ભારતમાં જે લોકો અથવા ગેર-સરકારી સંસ્થાઓ કોરોના દર્દીઓની મદદ કરવાની કોશિશ કરી રહ્યાં છે તેમના પાસે મદદ માંગનારાઓ અછત થઈ રહી નથી.

તેમના અનુસાર સરકારે મેડિકલ સપ્લાઈને વધારવાની કોશિશ જરૂરી છે પરંતુ હજુંપણ હોસ્પિટલો સુધી ચીજો પહોંચી શકી રહી નથી.

મીનાક્ષીનું કહેવું છે કે, જ્યારે આ નિષ્ફળતાઓ માટે સરકારની ટીકા થાય છે તો સરકારે આના પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને આ સંબંધમાં આપવામાં આવેલી સલાહ પર અધિકારીઓની મજાક ઉઠાવી છે.

તેમના અનુસાર, ભારતથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓક્સિજનની અછતને લઈને એક સુનાવમી દરમિયાન અદાલતે કહ્યું, આપણે બધા મળીને કોશિશ કરીએ અને હંમેશા બાળકોની જેમ રડનાર ના બનીએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના સૂચનોને ફગાવીને તેમની વિપક્ષી કોંગ્રેસ પાર્ટી પર કોરોના વિશે જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો

ઓક્સિજન અને બીજી કોઈપણ મેડિકલ વસ્તુઓના આરોપોને ફગાવતા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાતે સ્વાસ્થ્યકર્મીઓ સહિત કોઈપણ ફરિયાદ કરનારાઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) લગાવીને તેમની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપી.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશી દૂતાવાસોમાં ઈમરજન્સી સપ્લાઈને લઈને વિપક્ષના નેતાઓ સાથે ગેર-જરૂરી ચર્ચા કરી હતી.

મીનાક્ષી ગાંગુલીનું કહેવું છે કે, ભારતમાં જ્યાં પ્રતિદિવસ લગભર ચાર લાખ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે અને ત્રણ હજારથી મોટાભાગના લોકોના મોત થઈ રહ્યાં છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે વાતમાં લાગેલા છે કે તેમની છબિ ખરાબ ના હોય

અનેક લોકોએ કહ્યું છે કે, કોરોના મહામારીએ હેન્ડલ કરવામાં મોદી સરકાર બધી જ રીતે નિષ્ફળ રહી છે. અનેક લોકોએ તો તે વાત ઉપર પણ આપત્તિ વ્યક્ત કરી છે કે, આ સરકારની પ્રાથમિકતાઓ શું છે.

ભારતના વેક્સિન નિર્માતાઓએ દુનિયાભરમાં કોરોના વેક્સિન આપવાનો વાયદો કરી લીધો પરંતુ હવે સપ્લાઈ પૂરી કરી શકી રહ્યાં નથી.

આ વચ્ચે વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે, તેમને ધમકીઓના કારણે ભારત છોડવું પડ્યું છે. તેમને તેવું પણ કહ્યું કે, જો તેઓ તેવું કહેતા કે ચૂંટણી દરમિયાન મોટી-મોટી રેલીઓ અને હિન્દુઓના ધાર્મિક આયોજન (કુંભ મેળા)ના કારણે કોરોના ફેલાયો છે તો તેમનો સર કમલ કરી દેવામાં આવ્યું હોત.

મીનાક્ષીએ કહ્યું કે, આંતરાષ્ટ્રીય બિરાદરીને ભારતમાં મેડિકલ ઉપકરણો અને બીજા સામાનોની અછતને દૂર કરવા અને વેક્સિનને સુનિશ્ચિત કરવામાં મદદ કરવી જોઈએ.

ભારતની સર્વોચ્ચ અદાલતે પહેલા જ ચેતવણી આપી છે કે, જો કોઈપણ પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની ફરિયાદ કરનારાઓના કોઈ વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરી તો તેને અદાલતની અવમાનના ગણવામાં આવશે.

જોકે, ભારત સરકાર આ આરોપોથી ઈન્કાર કરતી આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તો અહીં સુધી કહી દીધું હતુ કે, રાજ્યમાં ઓક્સિજનની કોઈ જ અછત નથી.

(11:40 pm IST)