Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

લખનઉમાં ઓક્સિજન પ્લાંટમાં રિફીલિંગ દરમિયાન સિલિન્ડરમાં વિસ્ફોટ: બે લોકોના મોત :અનેક ઘાયલ

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટની ઉપરનો શેડ પણ હવામાં ઉડી ગયો

ફોટો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતા સમયે મોટી દુર્ઘટના થઇ છે. રિફિલિંગ દરમિયાન સિલિન્ડર ફાટતા બે લોકોના મોત થયા છે, જ્યારે એનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ત્યાં પહોંચેલી પોલીસ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યુ છે. આ દુર્ઘટના ચિનહટના કેટીના ઓક્સિજન પ્લાન્ટમાં બની છે.

કોરોના મહામારી વચ્ચે રાજધાની લખનઉના દેવા રોડ સ્થિત, કેટી ઓક્સિજન પ્લાંટ પર બુધવારે ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. સિલિન્ડર ફાટવાથી 2 લોકોના મોત થયા છે અને 6 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. પ્લાન્ટમાં કામ કરતા એક વ્યક્તિનો હાથ આ વિસ્ફોટ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઓક્સિજન પ્લાન્ટમાં રિફિલિંગ સમયે ગેસ લીક થયો ,જેના કારણે આ દુર્ઘટના થઇ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્લાન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટની ઉપરનો શેડ પણ હવામાં ઉડી ગયો.

ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશ અને તેની રાજધાની લખનઉમાં પણ ઓક્સિજન સંકટ ઉભું થયું છે. ઓક્સિજન પ્લાંટ બહાર લકો લાંબી લાઇનો લગાવે છે. સિલિન્ડર રિફીલિંગ કરવા માટે આ લાઇનો લાગે છે. તેવામાં આ પ્લાન્ટ પર દુર્ઘટના થતા નવી સમસ્યા ઉભી થઇ છે.

(12:00 am IST)