Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જાપાનમાં લોકડાઉન લંબાવાયું : આઈપીએલ બાદ હવે ઓલિમ્પિકસ પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું ગ્રહણ

વર્ષ 2020માં ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક 23 જુલાઇ, 2021 ના યોજોનાર છે

નવી દિલ્હીઃ- કોરોનાએ સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રણના વધતા જતા કેસોને કારણે અનેક રાજ્યોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે તો દેશની બહાર પણ આ શીલશીલો યથાવત છે. હવે જાપને પણ તેમના લોકડાઉનની સમય મર્યાદા વધારી દીધી છે.

જાપાનમાં વધારવામાં આવેલા લોકડાઉનને લઈને શંકાઓ સેવાઈ રહી છે કે, 23 જુલાઈ, 2021 ના રોજ શરૂ થનારી રમતોની મહાકુંભ ઓલિમ્પિક્સ પણ રદ થઈ શકે છે. આ પહેલા મંગળવારે, આઈપીએલ 2021 રદ કરવામાં આવી હતી કારણ કે તેના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતાં.

જાપાનની સરકાર ફરી એક વખત દેશમાં કોરોનાના કેસ વધતાની સાથે જ લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. ઓકિયો, ઓસાકા, ક્યોટા અને હ્યોગો સહિત જાપાનના કેટલાક મોટા શહેરોમાં 23 એપ્રિલથી 11 મે દરમિયાન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

જો કે અધિકારીઓ કોરોના સંક્રમણ પર બ્રેક લગાવવા માટે આ લોકડાઉનને વધારવા સંપૂર્ણ રીતે વિચારી રહ્યા છે.જો કે જાપાન સરકારનો આ નિર્ણય મહાકુંભમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં જોખમ સાબિત થઈ શકે છે.વર્ષ 2020માં ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક 23 જુલાઇ, 2021 ના યોજોનારી હતી, ત્યારે હવે આ વખતે પણ ઓલમ્પિક પર કોરોનાનું સંકટ મંડળાઈ રહ્યું છે.

(12:00 am IST)