Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસઃ ચીનની નબળી કવોલીટીવાળી મેડીકલ કિટની થઇ રહી થૂ-થૂ છતાં પણ કમાયા ૧.૪ અબજ ડોલર

ચીનના વુહાનથી ઉત્‍પન્ન થયેલો કોરોનાં વાયરસ દુનિયાભરમાં મહામારી બની ફેલાઇ ચૂકયો છે. આ વાયરસએ અત્‍યાર સુધી દુનિયાભરમાં ૭૦ હજારથી વધારે લોકોના જીવ લીધા છે જો કે ચીનમાં હવે હાલાત સામાન્‍ય થઇ ચૂકી છે.

આવામાં ચીનની તરફથી બતાવવામાં આવ્‍યું છે કે દુનિયાના ઘણા દેશોમાં એણે માર્ચથી અત્‍યાર સુધીમાં લગભગ ચાર અબજ માસ્‍ક વેંચ્‍યા છે ચીનની તરફથી આ જાણકારી એવા સમયમાં આપવામાં આવી છે જયારે ચિકિત્‍સાથી જોડાયેલ એના ઉપકરણો ખરીદવાવાળા દેશ ગુણવતાને લઇ સવાલ ઉઠાવી રહ્યા છે. ૧ માર્ચથી અત્‍યાર સુધી પ૦થી વધારે દેશોમાં ૩.૮૬ અબજ માસ્‍ક નિકાસ કર્યા છે. ૧૬ હજાર વેન્‍ટીલેટર્સ પ૦થી વધારે દેશોને નિકાસ કર્યા છે આ ઉપરાંત ર૮.૪ લાખ કોવિડ-૧૯ ટેસ્‍ટિીંગ કેસ નિકાસ કરી છે.

(11:00 pm IST)