Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

બિહારમાં વ્‍યવસ્‍થામાં મોટી ખામી કોરોના આઇસોલેશન વોર્ડમાં ઘૂસ્‍યા નકલી ડોકટરઃ કેસ દાખલ

પટનાઃ બિહારના ગયામાં આવેલ અનુગ્રહ નારાયણ મેડિકલ કોલેજ હોસ્‍પિટલની સુરક્ષાના ધજિયા ઉડયા રવિવાર રાતના બે સંદિગ્‍ધ યુવક અચાનક ઘુી આવ્‍યા અને કોરોના સંક્રમિતો માટે બનાવેલા આઇસોલેશન વોર્ડ સુધી પહોંચી ગયા આરોપ છે કે સીધા કોરોના સંક્રમિત દર્દી પાસે પહોંચી ગયા સુચના પછી હોસ્‍પિટલમા અફડા-તફડીની સ્‍થિતિ ઉત્‍પન્ન થઇ ગઇ.

પોલીસના મુતાબિક બે વ્‍યકિત ડોકટરના પોશાકમાં આઇલોલેશન વોર્ડમાં પહોંચી ગયા અને સંક્રમિત લકો સાથે વાતચીત કરી સૂત્રોનુ કહેવુ છે કે એમણે એક દર્દીને દવા પણ પીવડાવી બાદમા દર્દીઓને શક પડયો બહારથી આવેલા લોકોની પૂછપરછ કરી આ દરમ્‍યાન એક વ્‍યકિત ફરાર થઇ ગઇ બીજી વ્‍યકિત પકડા ગઇ. આ મામલો તપાસનો છે જે પણ દોષી માલૂમ પડશે એના વિરૂધ્‍ધ કાર્યવાહી થશે.

(10:31 pm IST)