Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભારતમાં કોરોનાનો અંતિમ તબક્કો ૯મી મેથી શરૂ થશે

ભારત માટે આવનાર સપ્તાહ દિલધડક રહેશે : લોકડાઉન બાદ લોકોની હિઝરત અને ત્યારબાદ તબલીગી પ્રકરણના પરિણામે બધી સંસ્થાઓની પરેશાનીમાં વધારો

નવી દિલ્હી, તા. : કોરોના વાયરસનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભારત માટે સપ્તાહ ધબકારા વધારી દેનાર સમાન રહી શકે છે. કોરોના વાયરસ સામે જારી જંગ વચ્ચે આંકડો નિર્ણાયક રહી શકે છે. ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ એટલે કે વર્તમાન સપ્તાહમાં બાબત નક્કી થશે કે દેશમાં કોરોના વાયરસ અતિક્રમણ સ્થિર થાય છે કે કેમ. સરકારી અધિકારીઓ પાસેથી મળેલા ડેટા મુજબ દિલ્હીના તબલીગી જમાતના કારણે ભારતમાં કોરોના વાયરસ સમયે ઝડપથી ફેલાવવાની સ્થિતિમાં છે. નવમી મે બાદ સ્થિતિમાં સુધારો થઇ શકે છે. એટલે કે હજુ એક મહિનાથી પણ વધુ સમય સુધી કોરોનાનો આતંક રહી શકે છે.

        તબલીગી જમાત પ્રકરણના કારણે મહામારીને રોકવામાં જોડાયેલી સંસ્થાઓ માટે નવી સમસ્યાઓ ઉભી કરી દીધી છે. આવનાર દિવસોમાં તેમના માટે સમસ્યા વધુ ગંભીર બની શકે છે. સરકારી અંદાજ એવો છે કે, ભારત માટે આવનાર દિવસો સંતોષજનક રહી શકે છે. નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે કે, ગરમીથી આના પર અસર થઇ શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જો તબલીગી જમાતનો મામલો રહ્યો હોત તો ભારતમાં હજુ સુધી સ્થિતિ સ્થિર થઇ ગઇ હોત પરંતુ એક નવી સમસ્યા સર્જાઈ ગઈ છે. બીજી બાજુ ભારતમાં કોરોના વાયરસના અંતિમ તબક્કાની રૂઆત ૯મી મેથી થઇ શકે છે. પ્રયોગશાળાએ અંદાજ દેશભરમાં રૂરી તબીબી સાધનોની ઉપલબ્ધતાની ખાતરી કરનાર એક તાકાતવર પેલન સાથે શેયર કર્યા છે.

         આ પેનલ મહામારીને રોકવામાં જોડાયેલી સંસ્થાઓને રૂરી આદેશો જારી કરે છે. પ્રયોગશાળાએ અંદાજ અતિસંવેદનશીલ અસરગ્રસ્ત અને ઠીક થઇ ચુકેલા મોડલ ઉપર આધારિત છે. તબલીગી જમાત દ્વારા ફેલાવવામાં આવેલા ઇન્ફેક્શનની મર્યાદા ક્યાં શુધી છે તે અંગે જાણવા મળી શક્યું નથી. સ્થાનિક ડેટા, ચીન સહિતના સૌથી વધારે અસરગ્રસ્તોના અભ્યાસ બાદ આંકડો ખુલી રહ્યો છે. ભારતમાં તબલીગીના લીધે આંકડાઓમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ અમને લોકડાઉનની સ્થિતિને સરળ બનાવવામાં મદદ મળશે. ડેટાના નિરીક્ષણથી લોકડાઉનને ખતમ કરવાની દિશામાં પહેલ થઇ શકશે. લોકોને હજુ પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને કઠોરરીતે પાળવાની રૂ દેખાઈ રહી છે. કોરોના વાયરસ સામે જારી જંગ વચ્ચે અહેવાલ તમામને ચોંકાવે તેવા રહેલા છે. કોરોના વાયરસનો તબક્કો હાલમાં દિનપ્રતિદિન ગંભીર બની ગયો છે. આવી સ્થિતિમાં અહેવાલ ચિંતા ઉપજાવે છે.

(7:46 pm IST)