Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસ અપડેટ્સ - ન્યૂઝફર્સ્ટ : સાંજે 5 વાગ્યે : તા. 06-04-2020

1) વડાપ્રધાન મોદીની 10/10 યોજના : વડાપ્રધાને તમામ મંત્રીઓને લોકડાઉન સમાપ્ત થયા પછી દરેક મંત્રાલય માટેના દસ મુખ્ય નિર્ણયો અને દસ પ્રાધાન્યતાપાત્ર ક્ષેત્રોનું લિસ્ટ તૈયાર કરવા જણાવ્યુ છે. બધા કેન્દ્રીય મંત્રાલયોએ વ્યવસાય સાતત્ય યોજના તૈયાર કરવા અને યુદ્ધના ધોરણે કોરોના વાયરસના આર્થિક પ્રભાવ સામે લડવા માટે તૈયાર રહેવા પ્રધાનમંત્રીએ તમામને સૂચન કર્યું.

 

2) દેશભરમાં રવિવારથી આજે બપોરે 3 સુધીમાં 693 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય

 

3) ડોકટરો અને નર્સો સહિત કેટલાક સ્ટાફના પરીક્ષણ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈની બે ખાનગી હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી: રાજ્ય આરોગ્ય મંત્રાલય

 

4) કોરોના વાયરસ આજની તારીખમાં 30 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના 288 જિલ્લામાં ફેલાય ચૂક્યો છે. આ જિલ્લાઓ 14 મી એપ્રિલ પછી પણ સર્વેલન્સ અને 24x7 મોનિટરિંગ જેવા લોકડાઉન હેઠળ રહેશે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે.

 

5) ICMR દરરોજ 1 લાખ કોરોના પરીક્ષણો માટે પરીક્ષણ ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહેલ છે : વર્તમાન કોરોના પરીક્ષણ ક્ષમતા 136 સરકારી લેબો અને 56 ખાનગી લેબ્સમાં દરરોજ આશરે 18,000 નમૂનાની છે : આજે 6 એપ્રિલના રોજ બપોરે 3.45 વાગ્યે, ICMR એ 96,264 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે, જેમાંથી 3,718 કોરોના પોઝીટીવ કેસ જોવા મળ્યાં છે.

(5:32 pm IST)