Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સાંસદોના પગારમાં ૩૦ ટકા સુધીનો કાપ મુકવાનો નિર્ણય

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના વેતનમાં કાપ : લોકલ એમપી ફંડ પણ બે વર્ષ સુધી મળશે નહીં : હેવાલ

નવીદિલ્હી, તા. : કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઈમાં દેશના બંધારણીય હોદ્દા પર બેઠેલા તમામ વ્યક્તિઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલો અને અન્યોએ સ્વૈચ્છાથી પોતાના વેતનમાં કાપ મુકવાનો સંકેત આપ્યો છે. ઉપરાંત તમામ સાંસદોના વેતનમાં વર્ષભર માટે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. સાંસદ નિધિ હેઠળ મળનાર ફંડને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરાયો છે. તમામ સાંસદોના વેતનમાં વર્ષભર માટે ૩૦ ટકાનો ઘટાડો કરવાના સંદર્ભમાં વટહુકમને કેબિનેટે મંજુરી આપી દીધી છે. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ નિર્ણય અંગે માહિતી આપી હતી.

        રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ રાજ્યપાલ અને સાંસદ એક વર્ષ સુધી વેતનમાં ૩૦ ટકાનો હિસ્સો લેશે નહીં. મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અંગેનો નિર્ણય લેવાયો હતો. નિર્ણયને કાર્યરૂ આપવા માટે વટહુકમ લાવવામાં આવશે જ્યારે સંસદ સત્ર રૂ થશે ત્યારે કાનૂન પાસ કરવામાં આવશે. સાંસદોને મળનાર લોકલ એમપી ફંડ ઉપર બે વર્ષ માટે બ્રેક મુકવામાં આવી છે. કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં રકમનો ઉપયોગ કરવામાં આવશે. સાંસદોને દર વર્ષે મળનાર રકમને રોકી દેવામાં આવી છે. તમામ સાંસદોના પગારમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પણ ઓછો પગાર લેનાર છે. મંત્રાલય સાથે જોડાયેલા ૧૦ નિર્ણયો અને ૧૦ પ્રાથમિકતાવાળા વિસ્તારોની યાદી તૈયાર કરવા તમામને સૂચના આપવામાં આવી છે.

(7:41 pm IST)