Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પીએમ કેર્સ ફંડના નામે નકલી આઇડી બનાવીને છેતરપિંડીઃ સાયબર સુરક્ષા ટીમે લોકોને ચેતવ્યા

નવી દિલ્હીઃ Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે. 

સંસ્થાએ અપીલ કરી છે કે, દાન કરતા પહેલા IDની સત્યતા બરાબર ચકાસી લો. સરકારે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પીએમ કેર ફંડ બનાવ્યું છે, જેમાં સામાન્ય લોકોથી લઈને મોટા કોર્પોરેટ સુધીના તમામ દાન કરી શકે છે.

પરંતુ સરકારને માહિતી મળી છે કે, કેટલાક લેભાગુઓ સામાન્ય લોકોને ઠગી લેવા માટે PNB, HDFC Bank, SBI, ICICI Bank અને Yes Bank સહિત અનેક ભારતીય બેંકોના  UPI હેન્ડલ પર આઈડી બનાવ્યા છે.

દેખરેખ કરતી સંસ્થાએ જણાવ્યું કે, સીઈઆરટી-ઈનને આ નકલી યુપીઆઈ આઈડી વિશે માહિતી મળી છે. જે ઈમરજન્સી સેવાઓમાં વડાપ્રધાન નાગરિક સહાયતા અને પીએમ રાહત ફંડની યુપીઆઈ આઈડી સાથે મળતુ આવે છે.

(5:18 pm IST)