Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

...તો ર૧ દિવસના 'લોકડાઉન' ઉપર રર માં દિવસે પાણી ફરી વળશે

આ લેખ વાંચતા તમને માત્ર પાંચ મિનિટ થશે પણ તે દોઢ અબજ ભારતીયો માટે બદલાવ લાવવા માટે નિમિત બની જશે

રાજકોટ, તા., ૬: કોરોના વાયરસ વિષે લાલબતી ધરે અને તેનાથી બચવા સાચી સલાહ આપે તેવા ડોકટર ભાઇ-બહેન દરેક પાસે હોતા નથી. એટલે દરેક ભારતીયોને ર૧ દિવસ પછી રર માં દિવસે શું? તે આ લેખ ઉપરથી જાણવા મળશે.

મારો ભાઇ જે ડોકટર છે તેણે મને કહયું કે, દરેક લોકો ર૧ દિવસના લોકડાઉન પીરીયડ વિષે વાતચીત કરતા સંભળાય છે પરંતુ રર માં દિવસે શું?  તે વિષે કોઇ હરફ સુધ્ધા ઉચ્ચારતું નથી.

રરમાં દિવસે શું થઇ  શકે ? તે જાણો....

* જનતા કફર્યુ દરમિયાન અમુક લોકોએ કર્યુ તેમ હવે મોટા ભાગનો દેશ ઓચિંતો ઘરની બહાર નિકળી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતો અને દેશપ્રેમના ગીતો ગાતો નજરે પડશે અને કોરોના વાયરસને દુર ભગાડવા લોકડાઉનના માધ્યમથી કેવો પ્રયાસ થયો તે વિષે ચર્ચા કરતો સંભળાશે.

* ઉચ્ચ શિક્ષણ ધરાવતા કહેવાતા લોકો જાહેર જગ્યાઓ જેવી કે સિનેમા, થીયેટર્સ, રેસ્ટોરન્ટ, મોલ અને બગીચાઓ ઉપર રરમાં દિવસે ભીડ લગાવતા નજરે પડશે. તેવો આ દિવસે ભુલી જશે કે ર૧ દિવસના લોકડાઉન દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ પાછળનો હેતુ શું હતો!? ... અને વાયરસ જેમનો તેમ રહી જશે. આપણે આશા રાખીએ કે આવું ન થાય.

* નાના અને મધ્યમ ધંધાર્થીઓ કોર્પોરેટ ઓફીસીસ રરમાં દિવસે તેમના રૂટીન મુજબ કામધંધે વળગશે અને બંધ દરમિયાન વધી પડેલું પેન્ડીંગ કામ ઓવર ટાઇમ કરી પુરૂ કરતા જોવા મળશે. આમ થવાથી મોટી માત્રામાં કર્મચારી લોકો વાયરસના સંક્રમણ માટે નિમીત બને તો નવાઇ નહી.

* જે લોકો લોકડાઉન પીરીયડ દરમિયાન કામધંધા છોડી પોતાના ગામડા તરફ વળ્યા હશે તે રોજી-રોટી કમાવવા ફરી પાછા શહેર તરફ દોટ લગાવશે અને ડામાડોળ થયેલી અર્થવ્યવસ્થાને સ્થિર કરવાના કામમાં જોતરાતા નજરે પડશે. એક હજારમાંથી જો કોઇ પણ એક વ્યકિત વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતો હશે અને તેનું પરીક્ષણ તબીબી વ્યવસ્થાના અભાવે નહિ થયું હોય તે પણ ટ્રેન અને બસમાં પ૦ લોકોની સાથે શહેર તરફ મુસાફરી કરતો નજરે પડશે.

* બસ, ટ્રેન સહીતના જાહેર મુસાફરીના સાધનો ઓવર ક્રાઉડેડ નજરે પડશે. આવી ભીડ-ભાડ કોરોના વાયરસનો ચેપ પ્રસરાવવા માટે ફરીથી નિમિત બનશે. માસ્ક, સેનીટાઇઝર આ બધુ ભુલાતું જોવા મળશે. આપણે વાયરસથી બચવા ર૧-ર૧ દિવસ ઘરમાં રહયા હવે બધુ જ ભુલીને આગળ વધો... નો માહોલ સર્જાશે.

લોકોની  ઉપર મુજબની વર્તણુંક બીજા તબક્કામાં કોરોના વાયરસની ગંભીર બીમારી પ્રસરાવશે. જો તમને મારો વિશ્વાસ ન હોય તો  ર૦૦૯માં એચ-૧એન-૧ ફલુ  પછીની આંકડાકીય માહીતી ઉપર નજર નાખશો તો બીજો લોકડાઉન પીરીયડ ઝળુંબતો જણાશે અને આપણે હરગીઝ બીજુ લોકડાઉન નથી ઇચ્છતા.

... માટે આપણે  શું કરવું જોઇએ?

* આપણે ડહાપણપુર્વક સામાન્ય બુધ્ધિનો ઉપયોગ કરી વર્તવુ જોઇએ. રરમાં દિવસે પાર્ટી યોજવી ન જોઇએ. છેલ્લા ૪ અઠવાડીયા દરમિયાન તમે જે રીતે વર્ત્યા તેવી જ રીતે રરમાં દિવસે જ નહિ પછીના દિવસે પણ વર્તો અને કોરોના વાયરસને દુર ભગાવતા રહો.

* ર૧ દિવસ દરમિયાન દુર રહીને આપણે કોરોના વાયરસની ગંભીર અસરોને આપણાથી કેટલી દુર રાખી તે વિષે અજ્ઞાન ધરાવતા લોકોને માહીતગાર કરો.

* આપણે આ લેખને સતાવાર પીટીશન તરીકે સ્વીકારી લોકડાઉન પછીના નિતી નિયમો જાહેર કરવા સરકારને જણાવીએ.

* આપણે સરકારને સમજાવીએ કે લોકડાઉનના નિયમોને તબક્કાવાર હળવા કરે.

...દાખલા તરીકે રરમાં દિવસે માત્ર આવશ્યક સેવાઓ જેવી કે બેંક, જીવન જરૂરી ચીજવસ્તુના સ્ટોર્સ અને ખાનગી, સરકારી ટ્રાવેલ્સો સમયાંતરે ખુલતી રહે.

* બીજા અઠવાડીયે તબક્કાવાર છુટછાટની શું અસરો થઇ? તેના પરીણામો કેવા રહયા? તેનો સર્વે કરીને સોશ્યલ ડીસ્ટન્સીંગ ઘટાડવું કે કેમ? તે વિચારીએ.

* દરેક જાહેર જગ્યા જેવી કે થિયેટર, મોલ્સ, બગીચાઓ સલામતીનું વાતાવરણ સર્જાયા પછી જ લોકો માટે ખુલ્લા મુકીએ.

* જો આપણે પરિસ્થિતિને ખરા અર્થમાં સમજીને સાથે મળીને આગળ વધીએ તો કોરોનાના સંક્રમણની સ્થિતિમાંથી દોઢ અબજ ભારતીયો માટે બદલાવ લાવી શકીશું.

* ...હું એક સામાન્ય બાળક છું જે કોરોના વાયરસની ગંભીર અસરોથી લોકોને દુર રાખી બદલાવ લાવવા માંગુ છું.

(4:48 pm IST)
  • ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :વડવા વોશીન્ગઘાટની મહિલાના સસરાનો આગાઉ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો :ભાવનગરનો પોઝિટિવ રિપોર્ટનો આંકડો ૧૪એ પહોંચ્યો access_time 12:30 am IST

  • જાલંધરમાં ફળ -શાકભાજી માર્કેટમાં 7 હજાર વેપારીઓ અને દલાલોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું: પંજાબના જલંધર વહીવટી તંત્રએ કોરોનાને ફેલાતો રોકવા ફળ અને શાકભાજી બજારમાં વિશેષ સ્ક્રીનિંગ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસોમાં અંદાજે 7 હજાર શાકભાજીના વેપારીઓ અને દલાલોનું થર્મલ સ્ક્રીનિંગ કર્યું access_time 9:03 pm IST

  • કોરોનાવાયરસ ટેસ્ટીંગની કેપેસિટી અત્યારે પ્રત્યેક દિવસે 18000 સેમ્પલની છે. જે વધારીને ૧ લાખ સુધી કરવાના આઈસીએમઆર પ્રયાસો કરી રહેલ છે. આજે બપોર સુધીમાં 96264 સેમ્પલ ટેસ્ટ કરાયા, તેમાંથી 3718 પોઝિટિવ મળ્યા છે access_time 9:44 pm IST