Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સરકારના નિર્દેશો અને ઇસ્લામ ધર્મના આદેશો એક સમાન

નવી દિલ્હી, તા. ૬ :  જે દેશમાં રહો છે તેના કાયદા-કાનૂન અને ત્યાંના શાસકોની વાત માનવામાં આવે તેવી ઇસ્લામ ધર્મના પ્રવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફના પાંચમા પાઠમાં ૧૪૦૦ વર્ષ પહેલા થયેલા આદેશનું પાલન થયું હોત તો આજે દેશના સંક્રમિતોમાં ૧/૩ તબલીગી જમાતના લોકો ના હોત અને તેના વડા મૌલાના સાદને છુપાવવાની જરૂર ન પડી હોત.

દિલ્હીની તબલીગી જમાતમાં થયેલી ભૂલો ઉપર કેટલાક પડદો નાખવાની કોશિશમાં છે ત્યારે શિક્ષિત મુસ્લિમોના જે તથ્યો બહાર આવ્યા છે તેમાં આ મહામારીથી બચવા સરકારના નિર્દેશો અને ઇસ્લામની શિક્ષા એક સરખી જોવા મળી છે.

આ પૈકી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સૈયદ મુજફફર હુસૈને કહ્યું છે કે, જે ધર્મની આકાશી પુસ્તક અને તેના પયંગમ્બર સાહેબને આ તમામ વર્ણન હજારો વર્ષ પહેલા કર્યુ હતું તેનું પાલન કરવા આજે ર૧ મી સદીમાં વિજ્ઞાન કહી રહ્યું છે.

(4:17 pm IST)