Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જાણો સત્ય

રાહુલ-પ્રિયંકાએ લોકડાઉન તોડયું?

નવી દિલ્હી, તા., ૬: સોશ્યલ મીડીયા ઉપર હમણાં એક વિડીયો બહુ ઝડપભેર વાઇરલ થઇ રહયો છે. આ વિડીયો ઉપર દાવો થઇ રહયો છે કે કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાજીવ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકડાઉનના નિયમનો ભંગ કર્યો છે. આ વિડીયોમાં પ્રિય઼કા અને રાહુલ ગાંધી પોતાની ગાડીમાં બેઠા છે અને પોલીસ તેમને રોકતી નજરે પડે છે.

વાયરલ મુજબ સડક ઉપર ભારે ભીડ સર્જાયેલી છે. કેમેરો આ ભીડને ચીરતો રાહુલ ગાંધીની કાર નજીક પહોંચે છે જેમાં બંન્ને ભાઇ-બહેન બેઠેલા નજરે પડે છે. પોલીસ તેમની પુછપરછ કરતી નજરે પડે છે. ત્યારે જ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીની એન્ટ્રી થાય છે અને પોલીસને રાહુલ-પ્રિયંકાની ગાડીને આગળ વધવા દેવા ભલામણ કરે છે. એક મીનીટ ૪૭ સેકન્ડની આ વિડીયો કલીપમાં રાહુલ ગાંધીએ સ્વેટર અને જેકેટ પહેરેલું દ્રશ્યમાન થાય છે. જે જોતા આ વિડીયો લોકડાઉન પછી એટલે કે તા. ર૪ પછીનો હોવાની શકયતા નથી.

(4:13 pm IST)