Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

તબ્લીગી જમાતના લોકો હોસ્પિટલમાં ૨૫-૩૦ રોટલી ખાઇ રહ્યા છે

હોસ્પિટલ સ્ટાફે કહ્યું, ખોટી ખોટી માંગણી કરી હેરાન કરે છે

નવી દિલ્હી,તા.૬ : દિલ્હીની તબ્લીગી જમાતમાં ભાગ લધા બાદ દેહરાદૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જમાતિયાઓએ અહીં પણ ભયની સ્થિતિ ઊભી કરી દીધી છે. હોસ્પિટલમાં દાખલ જમાતિયાઓ ડોકટર્સ પાસે અલગ-અલગ માગણી કરી રહ્યા છે. સ્થિતિ એવી છે કે જમાતમાં ભાગ લીધા બાદ દાખલ કરવામાં આવેલા દર્દી જમવામાં ૨૫-૩૦ રોટલીઓ ખાઈ રહ્યા છે, જયારે સામાન્ય રીતે હોસ્પિટલના મેન્યૂમાં દર્દીઓને ચાર રોટલી, શાક અને દાળ ખાવામાં આપવામાં આવે છે. આખા દેશમાં જમાતિયાઓની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દૂન હોસ્પિટલમાં તબ્લીગી જમાતમાં ભાગ લેનારા કુલ ર૮ લોકો દાખલ છે. તેમાંથી પાંચ ચેપગ્રસ્ત છે, જયારે ર૨૩ બીજા શંકાસ્પદ સંક્રમણને કારણે હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે. આ દર્દીમાં ઘણાની અભદ્રતાથી ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પરેશાન છે. તો ઘણા જમવાનું અને ચાની ખોટી માગણીઓ કરીને ડોકટર્સને હેરાન-પરેશાન કરી રહ્યા છે.

(2:13 pm IST)