Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ગુજરાત : કોરોનાના વધુ ૧૮ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૪૬ થઇ

અમદાવાદમાં નવા કેસોમાં વધારો થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું : ગુજરાતમાં ૧૫થી વધુ વિસ્તાર હોટસ્પોટ તરીકે બન્યા : અમદાવાદમાં અનેક વિસ્તારો સંપૂર્ણ ક્વોરનટાઈન : અમદાવાદમાં નવા કેસોની સાથે સંખ્યા ૬૪

અમદાવાદ,તા. : ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજ્યમાં ૧૮ નવા કેસો આજે સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૧૪૬ ઉપર પહોંચી હતી. મોતનો આંકડો પણ ૧૧ થઇ ચુક્યો છે. સંદર્ભમાં આજે મોડી સાંજે અગ્રસચિવ જ્યંતિ રવિએ માહિતી આપી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘણા વિસ્તારો સંપૂર્ણ ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે. અશ્વિની કુમારે પણ માહિતી આપતા કહ્યું છે કે, મરકઝમાં ગયેલા લોકોના કારણે વ્યાપ વધ્યો છે. અમદાવાદના વિસ્તારો ક્લસ્ટર ક્વોરનટાઈન કરાયા છે. ગુજરાતમાં ૧૫ વિસ્તાર હોટસ્પોટ બન્યા છે. હોટસ્પોટમાં સુરતમાં રાંદેર, સચિન, વડોદરામાં સૈયદપુર, નાગરવાડા, અમદાવાદમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, જમાલપુર, હિરાવાડી, આંબાવાડી અને દરિયાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.

       અત્યારસુધીમાં રાજ્યના ૧૫ જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ ૧૪૬ કેસ થયા છે. અમદાવાદમાં ૧૧ નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ ૧૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૨ દર્દીઓના મૃત્યુ થયા છે તો ૨૧ દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ ૧૪૬ પોઝિટિવ કેસમાંથી ૮૫ જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે.

          જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કુલ ૧૪૬ પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં ૬૪ પોઝિટિવ અને ૫ના મોત, સુરતમાં ૧૮ પોઝિટિવ અને ૨ના મોત, ગાંધીનગરમાં ૧૩ પોઝિટિવ, ભાવનગરમાં ૧૩ પોઝિટિવ અને ૨ના મોત, વડોદરામાં ૧૦ પોઝિટિવ અને ૨ના મોત, રાજકોટમાં ૧૦ પોઝિટિવ કેસ, પોરબંદરમાં પોઝિટિવ, ગીર સોમનાથમાં પોઝિટિવ, કચ્છમાં પોઝિટિવ, મહેસાણામાં પોઝિટિવ, પાટણમાં પોઝિટિવપંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં - કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

         તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૨૭૧૪ ટેસ્ટ કરાવાયા છે. જેમાંથી ૧૪૫ પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે ૨૫૩૧ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હજી ૩૯ ટેસ્ટ પેન્ડિંગ છે. કુલ ૧૪૪ કેસોમાંથી ૧૧૦ સ્ટેબલ છે, દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ ૧૪૦૫૪ લોકો ક્વોરન્ટીન છે. જેમાં ૧૨૮૮૫ હોમ ક્વોરન્ટીન, ૯૦૦ સરકારી ક્વોરન્ટીન, ૨૬૯ ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે ૪૧૮ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

કોરોનાની સાથે સાથે....

*          અમદાવાદમાં ૨૫ ડ્રોનનો ઉપયોગ કરી સ્થિતિ પર નજર

*          અમદાવાદમાં ૨૫ ડ્રોન દ્વારા ૧૬ ગુનામાં ૬૧ લોકોની ધરપકડ

*          વોટ્સએપ પર મેસેજ કરનાર શખ્સની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

*          અમદાવાદમાં જે વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઇ રહ્યું છે ત્યાં ૧૦ દિવસમાં પોઝિટિવ કેસ નહીં

*          અમદાવાદ એરપોર્ટ પર માસથી વિદેશથી આવેલા તમામ ૨૨૧૯ લોકોનો હોમ ક્વોરનટાઈન પૂર્ણ થયો

*          રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પાસે ૧૪૪નો ભંગ કરાયો

*          અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરનટાઈન જાહેર કરવામાં આવ્યો

*          મા અમૃતમ કાર્ડ ધારકોને કોરોનાની સારવારનો લાભ મળશે

*          સુરત એપીએમસી માર્કેટ બંધ રહેતા નિયમોમાં સુધારો

*          માર્કેટમાં મોટા વાહનોને પ્રવેશ પર છુટછાટ અપાઈ

*          કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં બની રહ્યા છે

*          દિલ્હી મરકઝમાં ગયેલા ૧૨૬ લોકોની ઓળખ કરી લેવાઈ

*          મરકઝમાં ગયેલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

*          બે દિવસમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે

*          રાજ્યમાં ૨૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી

*          ગુજરાતની કોરોના સામે જોરદાર લડાઈ જારી રહી છે

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા. : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૧૮થી વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. આની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૬ પહોંચી છે. ગુજરાતમાં કેસોની સંખ્યા નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૬૪

વડોદરા

૧૨

સુરત

૧૯

રાજકોટ

૧૦

ગાંધીનગર

૧૩

કચ્છ

૦૨

ભાવનગર

૧૩

મહેસાણા

૦૨

ગીરસોમનાથ

૦૨

પોરબંદરમાં

૦૩

પંચમહાલ

૦૧

પાટણ

૦૨

છોટાઉદેપુર

૦૧

મોરબી

૦૧

જામનગર

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૧૪૬

(8:47 pm IST)