Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આજે ભાજપનો સ્થાપના દિવસ

૪૦મો સ્થાપના દિવસઃ ૪૧મું બેઠું

નવી દિલ્હી તા. ૬: ભારતનો રાજકીય પક્ષ ભાજપ ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે મોદી-શાહની જોડીના યુગમાં ભાજપમાં મુદ્દાઓ બદલાયા છે. ૬ એપ્રિલ ૧૯૮૦માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઇ હતી. અટલ બિહારી વાજપેયીના અધ્યક્ષપણા હેઠળ ભાજપનો ઉદય થયો હતો. હિન્દુત્વના મુદ્દે નરમ વલણ ધરાવનાર ભાજપે ૧૯૮પ પછી હિન્દુત્વ અને રામ જન્મભૂમિ મુખ્ય એજન્ડા બનાવ્યો હતો. અત્યારે ર૦૧૪થી દેશમાં ભાજપ શાસન ચાલી રહ્યું છે.

૮૦ના દાયકામાં પક્ષની રચના થઇ હતી આજે ભાજપ સત્તારૂઢ છે. જયારે પક્ષની રચના થઇ ત્યારે કોઇએ વિચાર્યું પણ નહોતું કે તે સત્તા પર બિરાજમાન થશે.

(11:44 am IST)